Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 44

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
આ રીતે ભેદજ્ઞાનના બળથી મમત્વ છોડીને, નિર્મમપણે હું મારા જ્ઞાયક સ્વભાવમાં જ
રહું છું. –આ રીતે સ્વભાવમાં લીન થયેલો આત્મા, સાધુ હોવા છતાં પણ સાક્ષાત્
સિદ્ધભૂત છે. આચાર્યદેવ કહે છે કે અહો! આવા નિજાત્માને સદાય સ્વયમેવ ભાવ
નમસ્કાર હો......તેમજ સિદ્ધસ્વરૂપ પરમાત્માઓને ભાવનમસ્કાર હો.
જુઓ તો ખરા આ સાધુદશા! આવી દશાનું નામ સાધુપણું છે, તે તો સાક્ષાત્
સિદ્ધભૂત છે. આવી શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ સાધુદશા પોતામાં પ્રગટ કરીને બીજા જીવોને
પણ તે દશા અંગીકાર કરવાનો ઉપદેશ આચાર્યદેવે (૫ીજા અધિકારમાં) આપ્યો છે કે–મેં
જે રીતે શુદ્ધાત્માના જ્ઞાન–શ્રદ્ધાનપૂર્વક શુદ્ધોપયોગરૂપ શ્રામણ્યને અંગીકાર કર્યું તેમ બીજા
પણ જે આત્માઓ દુઃખથી છૂટવા માંગતા હોય તેઓ આવા શ્રામણ્યને અંગીકાર કરો.
તેનો માર્ગ અમે જોયેલો છે, અનુભવેલો છે; તે યથાનુભૂત માર્ગના પ્રણેતા અમે આ રહ્યા.
(નમસ્કાર હો.......શ્રામણ્ય માર્ગના પ્રણેતા વીતરાગી સન્તોને)
સ્વાનુભવની કળા
જ્ઞાતા–જ્ઞેય–જ્ઞાનરૂપ અખંડ વસ્તુ એક છે.
પર્યાય જેટલો જ જ્ઞાતા નથી,
પર્યાય જેટલું જ જ્ઞેય નથી,
પર્યાય જેટલું જ જ્ઞાન નથી.
અખંડ વસ્તુ વેદ્ય–વેદ્યકરૂપ થઈને સ્વસંવેદનવડે પોતે પોતાને
જાણે છે.–તેથી પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા છે. જ્યાં
જ્ઞાતા–જ્ઞેય–જ્ઞાન વચ્ચે પણ ભેદ નથી, ત્યાં બહારના વિકલ્પની કે દેહની
તો વાત જ ક્યાં રહી?
ભાઈ, જ્ઞાતા–જ્ઞેય–જ્ઞાનને અભેદપણે પોતામાં સમાવીને અનુભવ
કરવો –તે તારે કરવાનું છે. આમાં સ્વસન્મુખ જ્ઞાનઉપયોગ છે. અહો!
સંતોએ સ્વાનુભવની કળા જગત પાસે પ્રસિદ્ધ કરીને ખુલ્લી મુકી છે.
આખા જીવને જ્ઞેય બનાવીને તેનો જ્ઞાતા થા. હું જ્ઞેય, ને હું જ્ઞાતા ને હું
મને જાણું–એવા ભેદ પણ જ્યાં રહેતા નથી એવો સ્વાનુભવ તું કર
.