મોક્ષને સાધી રહ્યા છે. ધન્ય એમનો અવતાર! ધન્ય એમની વીતરાગ પરિણતિ!
મારામાં પણ હું એવી વીતરાગ પરિણતિ પ્રગટ કરીને નમસ્કાર કરું છું. વચ્ચે રાગનો
વિકલ્પ આવ્યો તે વડે નમસ્કાર કરવાનું ન કહ્યું, પણ વચ્ચેથી વિકલ્પને કાઢી નાંખીને
પોતે પણ વીતરાગભાવરૂપ થઈને નમસ્કાર કરે છે. એટલે મોક્ષમાર્ગમાં વચ્ચેથી
વ્યવહારનો નિષેધ કરી નાંખ્યો. વિકલ્પ તરફ ઝુકાવ નથી, શુદ્ધાત્મા તરફ જ ઝુકાવ છે.
શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ અમે અંગીકાર કર્યો છે–એમ ધર્મી નિઃશંક જાણે છે.
પોતામાં જ્ઞાન થયું ને પોતાને તેની ખબર ન પડે –એમ નથી. ‘અમને અંદર
સમ્યગ્દર્શનાદિ હશે કે નહીં એવી શંકા પડે તે મિથ્યાદ્રષ્ટિ છે, ધર્મીને એવી શંકા ન રહે. તે
તો સ્વાનુભવના જોરથી કહે છે કે અમારો આત્મા મોક્ષમાર્ગમાં પ્રવર્તી રહ્યો છે, મોક્ષને
સાધવાનું કાર્ય થઈ જ રહ્યું છે; મોક્ષમાર્ગ અમે અવધારિત કર્યો છે. આત્મા જાગ્યો ને
માર્ગ દેખ્યો–ત્યાં હવે સંદેહ કેવો?
આત્મતત્ત્વનું પરિજ્ઞાન કર્યું છે. આવા આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક મમત્વનો ત્યાગ
કરીને અને નિર્મમત્વનું ગ્રહણ કરીને સર્વ ઉદ્યમથી હું શુદ્ધાત્મામાં વર્તું છું. –જુઓ, આ
મોક્ષને સાધવાની વિધિ! મોક્ષની વિધિમાં શુદ્ધાત્મપ્રવૃત્તિ સિવાય બીજા કૃત્યનો અભાવ
છે; બીજું કોઈ કૃત્ય મોક્ષનું સાધન થતું નથી. આવા મોક્ષમાર્ગમાં મારી મતિ વ્યવસ્થિત
થઈ છે, તેમાં હવે કોઈ સંદેહ રહ્યો નથી. ચોથા ગુણસ્થાનથી જ ધર્મી જાણે છે કે હું
મોક્ષનો અધિકારી છું...... મોક્ષના માર્ગમાં હું ચાલી રહ્યો છું.
વીતરાગી મોક્ષમાર્ગ કદી થાય નહીં. માટે, મોક્ષનો અધિકારી મોક્ષનો યુવરાજ એવો ધર્મી
કહે છે કે મેં મારા જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વને બરાબર જાણ્યું છે; તેના પરિજ્ઞાનપૂર્વક
સર્વ૫ મમત્વનો ત્યાગ કરીને હું શુદ્ધાત્મામાં પ્રર્વતું છું; કેમકે શુદ્ધ આત્મામાં પ્રવર્તવા
સિવાય અન્ય કૃત્યનો મારામાં અભાવ છે. આત્મા જ્ઞાયક છે; આખું વિશ્વ જ્ઞેય છે, એ
સિવાય વિશ્વના પદાર્થો સાથે આત્માને બીજો કાંઈ સંબંધ નથી. પરની સાથે સ્વ–
સ્વામીપણાનો સર્વથા અભાવ છે, માટે મને પરનું મમત્વ નથી.