Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 44

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
મોક્ષમાર્ગ શુદ્ધાત્મામાં પરિણમનરૂપ છે. મુનિદશામાં આવો જ મોક્ષમાર્ગ છે; વચ્ચે
શુભવિકલ્પો હોય તે કાંઈ મોક્ષમાર્ગ નથી, તે શુભવિકલ્પવડે કદી કોઈ જીવને મોક્ષ
સધાતો નથી, ને ભગવંતોએ એવો શુભવિકલ્પરૂપ મોક્ષમાર્ગ ઉપદેશ્યો નથી. ભગવંતોએ
તો શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ એક વીતરાગ મોક્ષમાર્ગ જ ઉપદેશ્યો છે–
‘આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન’
અરે! સાચા માર્ગનો પણ જેને નિર્ણય નથી, માર્ગનું સ્વરૂપ જ વિપરીત માને છે
તેઓ તો ધર્મથી ભ્રષ્ટ છે, માર્ગથી ભ્રષ્ટ છે; એને મુનિદશા કેવી? ને મોક્ષમાર્ગ કેવો?
રાગના એક અંશને પણ જે મોક્ષનું સાધન માને તે જીવ ભગવાને કહેલા
વીતરાગમાર્ગનો વેરી છે. ભગવાને તો વીતરાગભાવને જ મોક્ષમાર્ગ કહ્યો છે, રાગને તો
બંધનું કારણ કહ્યું છે, ને આ જીવ રાગને મોક્ષનું કારણ માને છે, તો તે સર્વજ્ઞના માર્ગથી
ભ્રષ્ટ છે. ‘
दंसणभट्टा भट्टा’ –સમ્યગ્દર્શનથી જે ભ્રષ્ટ છે તે તદ્ન ભ્રષ્ટ છે. સમ્યગ્દર્શન
હોય પણ કદાચિત ચારિ૫દશા ન હોય તોપણ તે જીવ ભગવાનના માર્ગમાં છે, તે મોક્ષને
સાધશે; કેમકે રાગને બંધનું કારણ જાણે છે એટલે અલ્પકાળમાં તેનો અભાવ કરીને
શુદ્ધાત્મામાં એકાગ્રતા વડે તે મોક્ષને સાધશે. આ રીતે બધા જીવોને માટે આવા
શુદ્ધાત્માના અનુભવરૂપ એક જ મોક્ષમાર્ગ છે. બધાય તીર્થંકરોએ સેવેલો અને ઉપદેશેલો
આ એક જ માર્ગ છે. અહો, તે તીર્થંકરોને અને શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને
નમસ્કાર હો.
જે મુનિઓ શુદ્ધાત્મપ્રવૃત્તિ વડે મોક્ષના સાક્ષાત્ કારણમાં વર્તી રહ્યા છે તે
મુનિઓને મોક્ષતત્ત્વ જ કહ્યું છે; અને જે જીવો સંસારના કારણરૂપ મિથ્યાત્વમાં વર્તી
રહ્યા છે તેને સંસારતત્ત્વ કહ્યું. અરે, અશરીરી આત્માને શરીર ધારણ કરવું પડે તે શરમ
છે. ધર્મી કહે છે કે હું તો સિદ્ધસ્વરૂપ છું; ‘હું જન્મને જાણું નહીં, સુખથી ભરેલો શિવ છું’
ધર્મીને ધર્માત્મા પ્રત્યે ઉલ્લાસ આવે છે. પોતે મોક્ષમાર્ગમાં પ્રવર્તી રહેલા
કુંદકુંદાચાર્યદેવને બીજા મોક્ષમાર્ગી મુનિવરો પ્રત્યે ધર્મનો આવતાં આહ્લાદથી કહે છે કે
અહો! આ મોક્ષમાર્ગી શ્રમણો તે મોક્ષતત્ત્વ જ છે; તેઓ અમારા મનોરથનું સ્થાન છે.
તેમને નમસ્કાર હો. કેવો નમસ્કાર? શુદ્ધાત્મામાં એકાગ્રતારૂપ નમસ્કાર; વચ્ચેથી
રાગનો વિકલ્પ કાઢી નાંખીને શુદ્ધાત્મામાં એકાગ્ર થતાં, સિદ્ધોને અને મોક્ષના માર્ગને
સહેજે અભેદ નમસ્કાર થઈ જાય છે. પોતાની પરિણતિ શુદ્ધ થઈ તે જ