Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 44

background image
: ૧૮ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
શુદ્ધાત્માના અનુભવ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. આવો માર્ગ પોતે
અનુભવીને ભગવંતોએ જગતને દર્શાવ્યો છે. અમે આવા માર્ગનો નિર્ણય કર્યો છે, આવા
મોક્ષમાર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત થઈ છે. જુઓ, આચાર્યદેવ નિઃશંક સ્વાનુભવથી
જાણે છે કે મોક્ષના માર્ગમાં અમારી મતિ સ્થિર થઈ છે; તેમાં હવે બીજા વિકલ્પને
અવકાશ નથી. માટે અતિ પ્રલાપથી બસ થાઓ. અહો, આવો એક જ મોક્ષમાર્ગ
ઉપદેશનારા અર્હન્તોને નમસ્કાર હો.
અહીં ગા. ૧૯૯ માં પણ આચાર્યદેવ કહે છે કે મોક્ષનો માર્ગ શુદ્ધાત્મામાં
પ્રવૃત્તિરૂપ છે. શુભરાગમાં–વ્યવહારમાં પ્રવૃત્તિ તે કાંઈ મોક્ષનો માર્ગ નથી, તે તો બંધનો
માર્ગ છે. અહો, શુદ્ધાત્માની અનુભૂતિરૂપ આ એક જ મોક્ષમાર્ગ, તેમાં પ્રવર્તેલા,
સિદ્ધભગવંતોને નમસ્કાર હો; અને શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને નમસ્કાર હો. –બીજા
વિસ્તારથી બસ થાઓ, આવો મોક્ષમાર્ગ અમે અવધારિત કર્યા છે અને મોક્ષને સાધવાનું
કૃત્ય કરાય છે. શુદ્ધાત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં અમે વર્તી જ રહ્યા છીએ.
ભગવંતોએ જે માર્ગ સેવ્યો, તે જ માર્ગનો અનુભવ કરીને અમે પણ મોક્ષને સાધી રહ્યા
છીએ. જે માર્ગે અનંતા તીર્થંકરો સંચર્યા–તે જ માર્ગે અમે પણ ચાલી રહ્યા છીએ. ચોથા
કાળના ભગવંતો જે માર્ગે ચાલ્યા તે જ માર્ગે અમે પંચમકાળના મુનિઓ પણ જઈ રહ્યા
છીએ. અને અત્યારે વિદેહક્ષે૫માં પણ આ જ માર્ગ તીર્થંકરભગવંતો ઉપદેશી રહ્યા છે, ને
મુનિઓ આ જ માર્ગે કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષને સાધી રહ્યા છે. –આવો મોક્ષનો
એક જ માર્ગ છે. ૫ણેકાળના જીવોને માટે મોક્ષનો માર્ગ એક જ છે.–
ભેદવિજ્ઞાનતા; સિદ્ધા; સિદ્ધા યે કિલ કેચના
અસ્યૈવ–અભાવતો બદ્ધા બદ્ધા યે કિલ કેચનાા
ભેદવિજ્ઞાન કહો કે પરથી ભિન્ન શુદ્ધાત્માનો અનુભવ કહો, તે જ મોક્ષનો માર્ગ
છે. ચરમશરીરી હો કે એકાદ બે ભવ બાકીવાળા અચરમશરીરી હો, તીર્થંકર હો કે
સામાન્ય મુમુક્ષુ હો–બધાયને માટે એક જ મોક્ષમાર્ગ છે, કોઈને માટે બીજો મોક્ષમાર્ગ
નથી. પંચમકાળના અચરમશરીરી મુનિવરો પણ આવા શુદ્ધાત્મઅનુભવરૂપ
નિશ્ચયમોક્ષમાર્ગમાં વતી રહ્યા છે. આવા માર્ગ પ્રત્યેના પ્રમોદથી આચાર્યદેવ કહે છે કે
અહો, આવા માર્ગને સાધનારા તીર્થંકરોને નમસ્કાર હો, આવા માર્ગને નમસ્કાર હો.
અમે પણ આવો મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે: ‘
अवधारितो मोक्षमार्ग
कृत्यं अनुष्ठीयते। ’ પોતે તે ભગવંતોના માર્ગમાં ભળીને તેને નમસ્કાર કર્યા છે.