Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 44

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
વાંચકો સાથે વાતચીત (પૃ. ૩૦ થી ચાલુ)
બિપિન એન. જેન,
હસમુખભાઈ એમ. જૈન; તથા યોગેશ
જૈન: ચંદ્રલોક બાબત આપના પ૫ોનો
ખુલાસો આ અંકમાં મળી જશે.
રખિયાલથી જદુરાયભાઈ લખે
છે– ‘આત્મધર્મ મને ખરેખર ઘણું
વાંચવું ગમે છે. સ્કુલની પરીક્ષાના સમયે
પણ આત્મધર્મનો નવો અંક આવ્યો
હોય તો પ્રથમ તેને હું વાંચું છું.’ સાથે
તેમણે નીચેનું જોડકણું પણ લખ્યું છે–
આત્મધર્મ હસતું આવે
આત્મધર્મ હસતું–રમતું આવે,
કઈક મજાની વાતું લાવે.
અધ્યાતમનો ડાયરો જમાવે.....
સાધર્મીનો સંગ કરાવે...
આત્મધર્મ હતસું આવે....
દેવ–ગુરુનો સંદેશ લાવે;
આત્માનું સ્વરૂપ સમજાવે;
તું જો એને કાંઈ પૂછાવે,
રસભર જવાબ શીઘ્ર જ લાવે...
આતમધર્મ હસતું આવે....
અવનવું છે કામ જ એનું,
વેશ
નવા બદલાવે.;
આત્મધર્મ અનુભુતિ કરાવે,
મોક્ષપુરીનો માર્ગ બતાવે.....
આત્મધર્મ હસતું આવે......
આપણા ભગવાન બાહુબલીની પ૭ ફૂટ
ઊંચી (એટલે લગભગ પંદર બાળકોને
એકબીજા ઉપર ઉભા રાખીએ તેટલી ઊચી)
પ્રતિમા મૈસુર પાસે શ્રવણબેલગોલમાં છે. આ
ભવ્યપ્રતિમાના દર્શન ભારતના બે
વડાપ્રધાનોએ કર્યા છે. તે બે વડાપ્રધાન
કોણ? એક તો પં. જવાહરલાલજી નહેરુ અને
બીજા ઈન્દીરાજીબેન ગાંધી; ભારતના એ
બંને વડાપ્રધાનો પહાડ પર અડોલ ઊભેલા
બાહુબલી ભગવાનને દેખીને આશ્ચર્યમાં પડી
ગયા હતા. તેમને એમ થયું હશે કે અરે!
આવડા મોટા ભગવાન પાસે અમે તો કેટલા
નાના છીએ!
સુરેન્દ્રનગરથી નવ–દસ વર્ષનો બાળક
અજયકુમાર જૈન લખે છે કે–“હું
‘આત્મવૈભવ’ પુસ્તક દરરોજ વાંચુ છું, ૧૭
શક્તિ વાંચી નાંખી છે; આત્મશક્તિઓ બહુ
આનંદ આપે છે. આ સિવાય ૭પ મી
જન્મજયંતિનું પુસ્તક (અભિનંદન ગ્રંથ)
વાંચુ છું. મેં દર્શનકથા, બે સખી, અકલંક–
નિકલંક, મહારાણી ચેલણા, જૈનબાળપોથી
વગેરે પુસ્તકો વાંચ્યા છે. હવે હું
ભરતેશવૈભવ વાંચીશ.્ય
વડીલો દ્વારા અપાતા સંસ્કારને લીધે
નાના બાળકો પણ ધર્મના ઉત્તમ અભ્યાસમાં
કેવો રસ લઈ શકે છે–તેનો આ એક દાખલો
છે. આ પ૫ છ માસ પહેલાંનો છે; અત્યારે તો
તેણે આત્મવૈભવ વગેરે પુસ્તકો પૂરા કરી
લીધા હશે. ધન્યવાદ!