: ૩૮ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
જેઠ–અષાડ માસમાં શિક્ષણવર્ગમાં
અભ્યાસ કરી ગયા; તે ઉપરાંત દિગંબર
જૈનસમાજના કેટલાક વૈરાગ્યવંત
ત્યાગીઓ પણ જિજ્ઞાસાબુદ્ધિપૂર્વક
સોનગઢ–ચાતુર્માસ રહ્યા છે અને
ત્યાગાદિ પહેલાં આત્મજ્ઞાનનું મહત્વ છે
તે લક્ષગત કરીને તે માટે પ્રયત્નશીલ છે;
તેઓ વારંવાર ઉલ્લાસભર્યા ઉદ્ગારો વડે
સોનગઢના અધ્યાત્મવાતાવરણ પ્રત્યે
પોતાનો પ્રમોદ વ્યક્ત કરે છે.
જામનગરથી પંકજ જૈન લખે છે
કે– ‘મારી બા દરરોજ કહેતા કે આત્માની
સમજણ કરો, તેનો અભ્યાસ કરો, પણ હું
કરતો નહીં. પછી એક દિવસ મેં
આત્મધર્મ વાંચ્યું તો એવી મજા પડી કે
ગુરુદેવે કેવો આત્મા બતાવ્યો છે! અમને
પણ સમજાય તેવું છે એટલે હવે
વાંચવામાં મજા આવે છે.
પ્રશ્ન:– આ જીવ સાક્ષાત્ ભગવાન પાસે
હતો ત્યારે પણ કેમ સમજ્યો નહીં?
ઉત્તર:– ભાઈ! અમને પણ એ જ
પસ્તાવો થાય છે કે કેમ ન સમજ્યો?
માટે હવે અત્યારે આત્માનું સ્વરૂપ સમજી
લઈએ, ને પ્રમાદ કરીને ફરીને ભૂલ ન
કરીએ–જેથી કરીને અત્યારની જેમ
ભવિષ્યમાં પણ પસ્તાવાનો વખત ન
આવે.
રખિયાલથી રતિલાલ એન. જૈન
લખે છે કે બાલવિભાગ શરૂ થયા પછી
અમારા આ નાનકડા ગામડામાં પણ
ગુરુદેવના પ્રતાપે
૨૬ ઉપરાંત આત્મધર્મ આવે છે, ને સૌ
હોંશથી તેનો લાભ છે. પાઠશાળાના બાળકોને
બહુજ આનંદ આવે છે. –તમારા ઉત્સાહ માટે
ધન્યવાદ! હજી પણ આગળ વધો.
અમારો અમેરિકાનો પ૫
અમેરિકા જેવા દેશમાં વસતા
આપણા જિજ્ઞાસુ સાધર્મી, ત્યાં પણ
ગુરુદેવના પ્રતાપે સત્યની કેવી જિજ્ઞાસા
ટકાવી રાખે છે, ને ભારતદેશમાં આવીને
ધર્માત્માઓનાં દર્શન કરવાની કેવી ભાવના
સેવે છે–તે અહીં રજુ થતા પ૫માં જોવા
મળશે. ન્યુયોર્કથી પ૫ લખનાર ભાઈશ્રી
પ્રબોધકુમાર રમણીકલાલ શાહ આપણા
બાલવિભાગના સભ્ય (નં. ૧૯૯૧) છે;
અને દેશમાંથી તેમની માતા તેમને ધર્મની
પ્રેરણા આપ્યા કરે છે. રત્ન જયંતિ પ્રસંગે
ન્યુયોર્કથી પ૫ દ્વારા પોતાની ભાવના વ્યક્ત
કરતાં તેઓ લખે છે કે–“હે મારા વહાલા
ગુરુદેવ! હે બાળજીવોના આધાર! હે
ભવાટવીમાંથી બચાવનાર! હે ડુબેલા
સત્યને બહાર લાવનાર ગુરુદેવ! આપને શું
ઉપમા આપું? બીજા ડોકટરો તો કદાચ જડ
શરીરના રોગ મટાડે છે ત્યારે આપ તો
એવા અલૌકિક ડોકટર છો,–કે જે ચૈતન્ય
ચૈતન્યને ભૂલીને ભ્રાંતિરૂપી રોગ લાગુ
પડયો છે તેને સાચું સ્વરૂપ સમજાવીને
ભ્રાંતિરૂપી રોગ મટાડો છો ને ભવભ્રમણના
દુઃખથી છોડાવો છો. જડ–ચેતનનું ને સ્વ–
પરનું પૃથક્કરણ કરાવીને, મહાન
ચૈતન્યશક્તિને ઓળખાવનારા આપ જ
સાચા વિજ્ઞાની છો. આજકાલ અવકાશયા૫ા
પાછળ