: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
લોકો મુગ્ધ બન્યા છે, પરંતુ અવકાશમાં
સૌથી શ્રેષ્ઠ સ્થાન એવું જે સિદ્ધાલય
લોકાગ્રે છે, તે લોકોગ્રે સમ્યક્ત્વરૂપી
રોકેટના બળે આપ પહોંચવાના છો ને
અમને પણ સાથે લઈ જવાના છો, તેથી
આપ જ શ્રેષ્ઠ, ‘અવકાશયા૫ી’ છો.
આત્માશ્રિત મોક્ષમાર્ગના શંખનાદ ફૂંકીને
ગુરુદેવે મોહાંધકારમાં સૂતેલા જીવોને
જગાડયા છે; એ શંખનાદનો અવાજ દેશ–
પરદેશમાં પહોંચી ગયો છે, ને ઘરડા
તેમજ યુવાન, બાળકો તેમજ કોલેજિયનો
સૌ જાગૃત બન્યા છે, અહો, જગતના
જીવો! જાગો.....જ્ઞાનીઓએ સત્ પામવા
માટે જે જે દુર્લભતા બતાવી છે તે બધી
આપણા માટે અત્યારે સુલભ બની રહી
છે. આ મહાન અમૂલ્ય તકનો લાભ
લઈને ભેદજ્ઞાનવડે ભયંકર ભવ દુઃખથી
મુક્ત થઈએ. ગુરુદેવે પંચમકાળને
ભૂલાવી દીધો છે ને આપણા માટે ચોથો
કાળ વર્તી રહ્યો છે. બે પાંચવર્ષ કે બે–
પાંચ ભવ નહિં પરંતુ અનંતકાળ સુધી
અનંત સુખ મળ્યા કરે એવો માર્ગ ગુરુદેવે
આપણને આપ્યો છે. (વિશેષમાં તે ભાઈ
લખે છે કે–) આવા વહાલા ગુરુદેવનાં
દર્શન કર્યાંને મને તો પાંચપાંચ વર્ષના
વહાણાં વાઈ ગયાં. પાંચ વર્ષ પહેલો
જ્યારે અમેરિકા આવતો હતો ત્યારે
ગુરુદેવના દર્શન કરવા અને આશીર્વાદ
લેવા આવ્યો હતો, ત્યારે આહારદાનનો
પણ લાભ મળ્યો હતો. અહીં તે બધું યાદ
આવે છે. તે વખતના ગુરુદેવના વચનો
હજી પણ કાનમાં ગૂંજે છે; તેમણે કહ્યું હતું
કે ‘આ
આત્માની સમજણ કરવી એ જ
સાચું ભણતર છું’ હું હવે થોડા જ વખતમાં
ત્યાં (ભારતમાં આવવાનો છું; પહેલાં તો,
પાંચ પાંચ વર્ષથી મારા ગુરુદેવના દર્શનનો
મને વિયોગ થયો છે એટલે આવીને તરત
જ અનંત ઉપકારી ગુરુદેવના દર્શન કરવા
આવવું છે...બાળ વિભાગે અમ બાળકોને
જાગૃત કરી દીધા છે.....્ય વગેરે લખ્યું છે.
આ ઉપરથી બાળકોમાં રેડાતાં
ધર્મસંસ્કારોનો ખ્યાલ આવશે. અને
બાળવિભાગને ઉત્તેજન આપીને તેને
વિકસાવવાની કેટલી જરૂર છે તે પણ
જિજ્ઞાસુઓ સમજી શકશે.
* જન્મદિવસની ભેટ મળતાં ખુશી
થઈને ખંડવાથી नन्नीबेन લખે છે– ‘સંતોકા
યહ ફોટો દેખકર હમ અપને જીવનમેં
ઉત્સાહ બઢાવેંગે, તથા દેવ–ગુરુ–શાસ્ત્રકી
સેવા કર શાસ્ત્રકા અભ્યાસ કરેંગે ઔર
સન્તોં કે જૈસા અપના જીવન બનાકર દેશમેં
જૈનધર્મકા ડંકા બજવાયેંગે.’ ખુશીસે
બજાઓ....લેકિન ધર્મકા પહલા ડંકા અપની
આત્મામેં બજાના.
પ્રશ્ન:– વાંચન ઔર શ્રવણ કરતે
હુએ ભી અનુભવ કયોં નહીં હોતા? પ્રેમસે
શાસ્ત્ર પઢતે ભી હૈ, સુનતે ભી હૈ ઔર
સમઝતે ભી હૈ, ફિર ભી અનુભવ નહીં
હોતા–ઈસકા કયા કારણ?
તમારો પ્રશ્ન બહુ મજાનો છે, બેન!
સાચું ફળ ન આવ્યું તો સમજવું કે જ્ઞાનીના
ભાવ અનુસાર ન પઢા ન સુના ન સમઝા;
જ્ઞાનીઓએ