વાહ! સન્તો વહાલથી શિષ્યજનોને મોક્ષમાં પોતાની સાથે લઈ જાય છે:–
છોડ પરભાવને......ઝૂલ આનંદમાં.....
નિજ સાથ મોક્ષમાં લઈ જવા ભવ્યને,
શ્રી મુનિરાજ સંબોધતા વ્હાલથી.....હે સખા!
સાંભળી બુદ્ધિને વાળીને અંતરે,
મગ્ન થા પ્રેમથી સુખના સાગરે;
નિજ સ્વ–રૂપને એકને ગ્રહ તું.
એ જ આગમ તણા મર્મનો સાર છે....હે સખા!
સૂજ્ઞ પુરુષ તો સૂણી આ શિખને,
હર્ષથી ઉલ્લસી છોડે પર ભાવને;
પરમાનંદ–ભરપૂર નિજ પદ ગ્રહી,
શુદ્ધ સ્વરૂપમાં વેગથી તે વળે....હે સખા!
અમે જશું મોક્ષમાં, કેમ તને છોડશું?
આવજે મોક્ષમાં તુંય અમ સાથમાં.....
ભવ્ય નિજ પદને સાધજે ભાવથી,
શિખ આ સંતની શીઘ્ર તું માનજે....હે સખા!
તીર્થપતિ મોક્ષમાં જાય છે જે ભવે,
ગણપતિ પણ જરૂર જાય છે તે ભવે;
શિષ્ય એ સંતનો રત્ન૫ય સાધીને....
સંતની સાથમાં મોક્ષમાં જાય છે......હે સખા!
છપાયેલું છે. અનેક જિજ્ઞાસુઓએ તે મોઢે પણ કર્યું છે. ઈનામી યોજનાનુસાર જેટલા ભાઈ–
બહેનોએ આ કાવ્ય શોધી મોકલ્યું હતું, તે દરેકને ઈનામ મોકલાઈ ગયું છે.