: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૪૧ :
વૈરાગ્ય સમાચાર
* મુંબઈ મુકામે તા. ૨પ–પ–૬૯ ના રોજ દામનગરવાળા છોટાલાલ લલ્લુભાઈ
અજમેરાના માતુશ્રી કસુંબાબેન હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે; તેમણે ગુરુદેવ સાથેના
સંઘમાં ૫ણ વાર તીર્થયા૫ા કરેલી, તેમજ છેલ્લે મુંબઈના પંચકલ્યાણકનો પણ લાભ
લીધો હતો.
* વીંછીયાના ભાઈશ્રી સવાઈલાલ પ્રેમચંદ ડગલીના માતુશ્રી જબુબેન તા. ૨૭–
પ–૬૯ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે; ગુરુદેવ મુંબઈ પધાર્યા ત્યારે તેમણે દર્શનની
ભાવના પૂરી કરી હતી.
* વઢવાણના ભાઈશ્રી નવનીતલાલ કે. શાહના પુ૫ ‘ડિમ્પલ’ તા. ૪–૬–૬૯ ના
રોજ મા૫ પાંચ વર્ષની બાલવયે લકવા અને હૃદયરોગથી સ્વર્ગવાસ પામી ગયા. તેના
માતા–પિતાએ છેલ્લે સુધી તેનામાં ધાર્મિકસંસ્કારો રેડયા હતા, ને તેણે તે શાંતિપૂર્વક
સાંભળ્યું હતું.
* સાગરના શેઠશ્રી ભગવાનદાસજીના પૌ૫ ઉત્તમચંદ (તે ડાલચંદજીના ૫ીજા
પુ૫) મા૫ પાંચ વર્ષની બાલવયમાં, અચાનક તરવાના હોજમાં ડૂબી જવાથી તા. ૧પ–
પ–૬૯ના રોજ સ્વર્ગવાસ પામી ગયા છે.
* સોનગઢના ભાઈશ્રી અજયકુમાર ચુનીલાલ દામાણી (તે હીરાચંદભાઈના
પૌ૫) તા. ૧૭–૬–૬૯ના રોજ ૨૨ વર્ષની વયે સ્વર્ગવાસ પામી ગયા. હમણાં જ તેમણે
બી. એ ની પરીક્ષા પાસ કરી હતી, ને આગળનો કોર્સ ક્યો લેવો તે નક્કી કરવા
પાલીતાણા ગયેલા, ત્યાંથી પાછા મોટરસાઈકલ ઉપર સોનગઢ આવતાં વચ્ચે અકસ્માત
થઈ જતાં ત્યાં જ બેશુદ્ધ થઈ ગયેલ; ત્યાંથી તરત જ પાલીતાણા થઈને ભાવનગર–
ઈસ્પિતાલમાં પહોંચાડયા. ગુરુદેવ તા. ૧૭ની સવારે ત્યાં જઈ આવ્યા, ને તેમની
અંતિમસ્થિતિ જોઈને સર્વે કુંટુંબીજનોને શાંતિ અને ધૈર્ય રાખવાનું કહ્યું. તે જ દિવસે દસેક
વાગે અભયકુમારનો દેહાંત થઈ ગયો. આ પ્રસંગે સોનગઢમાં ખૂબ વૈરાગ્યનું વાતાવરણ
છવાઈ ગયું હતું. ગુરુદેવે સંસારના સંયોગની ક્ષણભંગુરતા બતાવીને વારંવાર કહ્યું કે
‘સર્વ’ ક્ષણિક.... એક ધુ્રવ’ ઉપયોગસ્વરૂપ પોતાનો શુદ્ધઆત્મા જ જીવને ધુ્રવ છે, ને તે જ
શરણરૂપ અભયસ્થાન છે; બીજું કાંઈ જીવને ધુ્રવ નથી, શરણ નથી. આવા આત્માની
ઓળખાણ કરવાથી જ મરણનો ભય ટળીને અભય પદ પમાય છે.
* ઉમરાળાવાળા ભાઈશ્રી ખીમચંદ પ્રાગજીભાઈ મહેતા તા. ૧૬–૬–૬૯ ના રોજ
મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ મુંબઈ હતા ત્યારે ઈસ્પિતાલમાં પધારીને
ખીમચંદભાઈને દર્શન દીધા હતા.
–સ્વર્ગસ્થ આત્માઓ જૈનધર્મના શરણે આત્મહિત પામો.