Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 44

background image
: ૬ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
પાછું વહાણ ઉપર જ આવીને બેસે છે. તેમ મધદરિયા જેવો આ સંસારસમુદ્ર, તેમાં
જીવને પોતાના ધુ્રવ શુદ્ધ સ્વભાવ સિવાય અન્ય કોઈ શરણરૂપ નથી, બધા સંયોગો
અધુ્રવ અને ભિન્ન છે. આવી ભિન્નતા જાણતો ધર્મી પોતાના સ્વભાવનું જ અવલંબન
લ્યે છે; ફરી ફરીને તેની પરિણતિ પોતાના સ્વરૂપની સન્મુખ થાય છે. કોઈ શુભાશુભ
કર્મોદયઅનુસાર લક્ષ્મી–શરીર–અનૂકુળ–પ્રતિકૂળસંયોગો હો ભલે, પણ ધર્મી તેને પોતાથી
અત્યંત ભિન્ન જ દેખે છે; પોતાને તો જ્ઞાનદર્શનસ્વરૂપ અતીન્દ્રિય મહાન પદાર્થ તરીકે
પોતામાં અનુભવે છે. –આવા આત્માને અનુભવ કરે તેને જ મોહનો નાશ થાય, ને તેને
જ મુનિપણું તથા કેવળજ્ઞાન અને પરમસુખ પ્રગટે.
આત્માનું સુખ
આત્માના સ્વભાવમાં સહજ સુખ છે. બહારમાં આનંદ ન
હોવા છતાં કલ્પનાથી તેમાં જે આનંદ માને છે–તે પોતે આનંદસ્વરૂપ
છે. પોતાનો આનંદ પોતામાં ભર્યો છે પણ પોતાના આનંદને ભૂલ્યો
એટલે તેનો આરોપ બીજામાં કર્યો કે ‘આમાં મારો આનંદ છે.’ –પણ
એ આરોપ મિથ્યા છે–ખોટો છે.
‘પરમાં મારું સુખ’ –એનો અર્થ એ થયો કે આત્મા અહીં ને
તેનું સુખ ક્યાંક બીજે, એટલે આત્મા અને સુખ બંને જુદા જ ઠર્યા;
સુખ તે આત્માનો સ્વભાવ ન રહ્યો! પણ ભાઈ, એવો (સુખ
વગરનો) આત્મા ન હોય. આત્મા તો સુખસ્વરૂપ છે. આત્મા
આનંદથી ખાલી નથી, આત્મા પોતાના આનંદથી ભરેલો છે. એનું
ભાન કરતાં આનંદના સ્વાદનું વેદન થાય છે.