: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૧ :
અંતે તે વાંદરો મરીને મનુષ્ય થયો; ને ભોગભૂમિમાં જન્મ્યો. રાજા અને રાણીના
જીવો પણ ત્યાં જ જન્મ્યા હતા.
એકવાર તે બધા જીવો બેઠા હતા ને ધર્મની વાત કરતા હતા. એવામાં
આકાશમાંથી બે મુનિરાજ
ત્યાં ઊતર્યા... ને ઘણા જ
હેતથી સમ્યગ્દર્શનનો
ઉપદેશ દીધો, આત્માનું
સ્વરૂપ સમજાવ્યું; અને
કહ્યું કે હે જીવો! તમે
આજે જ આવા
સમ્યગ્દર્શનને ગ્રહણ કરો;
આજે જ તમારા આત્માને
ઓળખો.
મુનિરાજનો
ઉપદેશ સાંભળીને તે બધા
જીવોએ આત્માની
ઓળખાણ કરી
સમ્યગ્દર્શન પામ્યા;
વાંદરાનો જીવ પણ
સમ્યગ્દર્શન પામ્યો ને
મોક્ષમાર્ગે ચાલ્યો. અહા,
એક વખતનો વાંદરો પણ
આત્માને ઓળખવાથી
ભગવાન બની ગયો.
શાબાશ છે એને!
પછી તો તે બધા જીવો ત્યાંથી સ્વર્ગમાં ગયા; ને ચાર ભવ પછી રાજાનો જીવ
ઋષભદેવ તીર્થંકર થયો; તે વખતે વાંદરાનો જીવ તેમનો પુત્ર થયો, તેનું નામ ગુણસેન.
તેણે ભગવાન પાસે દીક્ષા લીધી, ને તે ભગવાનનો ગણધર થયો. પછી કેવળજ્ઞાન પ્રગટ
કરીને મોક્ષ પામ્યો. તેને નમસ્કાર.