: ૧૦ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
રાજાએ મુનિને પુછ્યું કે આ વાંદરો કોણ છે?
ત્યારે મુનિએ કહ્યું કે હે રાજા! આ વાંદરો પૂર્વભવમાં નાગદત્ત નામનો
વાણીયો હતો, ત્યારે ઘણાં કપટભાવ કરવાથી તે વાંદરો થયો છે. પણ હવે તેને
ઘણા ઊંચા ભાવ જાગ્યા છે; ને તેને ધર્મનો પ્રેમ જાગ્યો છે. ધર્મનો ઉપદેશ
સાંભળવાથી તે વાંદરો ઘણો ખુશી થયો છે; તેને પૂર્વભવનું જ્ઞાન થયું છે અને
સંસારથી તે ઉદાસ થયો છે.
મુનિ પાસેથી વાંદરાનાં વખાણ સાંભળીને રાજા ઘણો ખુશી થયો.
વળી મુનિઓએ કહ્યું:–
હે રાજા! જેમ આ ભવમાં અમે તમારા પુત્રો હતા, તેમ આ વાંદરો પણ
ભવિષ્યના ભવમાં તમારો પુત્ર થશે, અને જ્યારે તમે ઋષભદેવ તીર્થંકર થશો ત્યારે આ
વાંદરાનો જીવ તમારો ગણધર થશે; ને પછી મોક્ષ પામશે.
અહા, મુનિના મુખથી એ
વાત સાંભળીને વાંદરાભાઈ તો
બહુ જ ખુશી થયા; તે ઘણા જ
ભાવથી મુનિને પગે લાગ્યા ને
આનંદથી નાચી ઉઠયા. પોતાના
મોક્ષની વાત સાંભળીને કોને
આનંદ ન થાય? વાંદરાભાઈના
તો આનંદનો પાર ન રહ્યો. તે
રોજ ઊંચી ઊંચી ભાવના ભાવવા
લાગ્યો... કે ક્્યારે મનુષ્ય થાઉં...
ને ક્્યારે મોક્ષ પામું!