: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૯ :
રાજા–રાણીએ તો બે મુનિઓને બોલાવ્યા,
ને ભક્તિથી આહારદાન દીધું.
વાંદરો ઝાડ ઉપર બેઠો
બેઠો આ બધું જોતો હતો. એ
દેખીને તેને એવી ભાવના જાગી
કે જો હું મનુષ્ય હોત તો, હું પણ
આ રાજાની માફક મુનિઓની
સેવા કરત. પણ અરેરે! હું તો
પશુ છું... મને એવું ભાગ્ય
ક્્યાંથી... કે હું મુનિને આહાર
દઉં!
જુઓ, વાંદરાને પણ કેવી
ઊંચી ભાવના જાગી! વાંદરો પણ
જીવ છે, તેનામાં પણ આપણા જેવું જ્ઞાન છે.
આહારદાન પછી તે
મુનિઓ વનમાં ઉપદેશ દેવા બેઠા;
રાજા–રાણી તે ઉપદેશ સાંભળતા
હતા. વાંદરો પણ ત્યાં બેઠોબેઠો
ઉપદેશ સાંભળતો હતો... ને બે
હાથ જોડીને મુનિને પગે લાગતો
હતો.
વાંદરાને આમ કરતો
દેખીને રાજા બહુ ખુશી થયો ને
તેને વાંદરા ઉપર વહાલ આવ્યું.