: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૩ :
પં. બુધજનરચિત છહઢાળા (ચોથી ઢાળ)
*************************************************
પંડિત શ્રી બુધજનજી રચિત આ છહઢાળાની ત્રણ ઢાળ અગાઉ આત્મધર્મ
અંક ૩૦૪, ૩૦૬ તથા ૩૦૮A માં આવી ગઈ છે. આ ચોથી ઢાળમાં
સમ્યક્ત્વના આઠ અંગોનું તથા પચીસ દોષરહિતપણાનું કથન છે. પં.
બુધજનજીની આ છહઢાળા વાંચીને પં. દૌલતરામજીએ છહઢાળા રચી છે.
*************************************************
[સોરઠા]
ઊગો આતમસૂર દૂર ગયો મિથ્યાત્વ તમ।
અબ પ્રગટો ગુણપૂર તાકો કૂછ ઈક કહત હૂં ।।૧।।
(૨)
શંકા મનમેં નાંહિ તત્ત્વાર્થ શ્રદ્ધાનમેં।
નિર્વાંછક ચિત્તમાંહિ પરમારથમેં રત રહેં ।।
(૩)
નેક ન કરતે ગ્લાનિ બાહ્ય મલિન મુનિજન લખેં।
નાહીં હોત અજાન તત્ત્વ કુતત્ત્વ વિચારમેં।।
(૪)
ઉરમેં દયા વિશેષ ગુણ પ્રગટેં અવગુણ ઢકેં।
શિથિલ ધર્મમેં દેખ જૈસે તૈસે થિર કરેં।।
(૫)
સાધર્મી પહિચાન કરે પ્રીતિ ગોવત્સસમ।
મહિમા હોય મહાન ધર્મકાર્ય ઐસે કરેં ।।
[અર્થ]
સમ્યક્ત્વ થતાં આત્મસૂર્ય ઊગ્યો
અને મિથ્યાત્વ–અંધકાર દૂર થયો ત્યાં
ગુણનો સમૂહ પ્રગટ્યો, તેમાંથી કેટલાક
અહીં કહું છું (૧)
તેના મનમાં તત્ત્વાર્થશ્રદ્ધાનમાં શંકા નથી;
પરમાર્થ સાધવામાં રત રહે છે, ને ચિત્તમાં
બીજી કોઈ વાંછા નથી; મુનિજનોમાં બાહ્ય
મલિનતા દેખીને જરાય ગ્લાનિ કરતા નથી;
તત્ત્વ અને કુતત્ત્વના વિચારમાં અજાણ કે મૂઢ
રહેતા નથી; અંતરમાં વિશેષ દયા છે, ને
ધર્માત્માના ગુણોને પ્રસિદ્ધ કરે છે, તથા
અવગુણને ઢાંકે છે; ધર્માત્માને ધર્મમાં શિથિલ
થતા દેખે તો હરકોઈ ઉપાયે તેને ધર્મમાં સ્થિર
કરે છે; સાધર્મીઓને ઓળખી તેના પ્રત્યે
ગોવત્સ સમાન પ્રીતિ કરે છે; અને ધર્મના
એવા કાર્યો કરે છે કે જેથી ધર્મનો અતિશય
મહિમા પ્રસિદ્ધ થાય. (આ પ્રમાણે સમ્યકત્વ
થતાં આ નિઃશંકતાદિ આઠ ગુણ પ્રગટે છે.)
(૨–૩–૪–૫)