: ૧૪ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
(૬)
મદ નહીં જો નૃપ તાત મદ નહીં ભૂપતિ મામકો।
મદ નહીં વિભવ લહાત મદ નહીં સુંદર રૂપકો।।
(૭)
મદ નહીં હોય પ્રધાન મદ નહીં તનમેં જોરક।
મદ નહીં જો વિદ્વાન મદ નહીં સંપત્તિ કોષકા।।
(૮)
હુવો આતમજ્ઞાન તજ રાગાદિ વિભાવ પર ।
તાકો હો કયોં માન જાત્યાદિક વસુ અથિરકા ।।
(૯)
વંદત હૈ અરિહંત જિન મુનિ જિન–સિદ્ધાંત કો ।
નમે ન દેખ મહંત કુગુરુ કુદેવ કુધર્મકો ।।
(૧૦)
કુત્સિત આગમ દેવ કુત્સિત પુન સુરસેવ કી ।
પ્રશંસા ષટ ભેવ કરે ન સમ્યક્ વાન હૈ ।।
(૧૧)
પ્રગટા ઐસા ભાવ કિયા અભાવ મિથ્યાત્વકા ।
વંદત તાકે પાંવ बुधजन મન વચ કાયસો ।।
સમકિતીને પિતા રાજા હોય
તોપણ તેનો કુળમદ નથી; માતૃપક્ષ નૃપતિ
હોય તો તેનો પણ જાતિમદ નથી. વૈભવની
પ્રાપ્તિનો મદ નથી તેમજ સુંદર રૂપનો મદ
નથી. પ્રધાનપદ વગેરે અધિકારનો મદ
નથી, શરીરમાં જોર હોય તેનો મદ નથી,
વિદ્વત્તાનો મદ નથી કે ધનસંપત્તિનો મદ
નથી. જેને રાગાદિ પર વિભાવો છોડીને
તેનાથી ભિન્ન આત્માનું જ્ઞાન થયું તેને
જાતિ વગેરે અસ્થિર–નાશવાન વસ્તુનું
માન કેમ હોય? જેને પોતાથી ભિન્ન જાણ્યા
તેનું અભિમાન કેમ કરે? (આ રીતે
સમ્યગ્દ્રષ્ટિને આઠ મદનો અભાવ છે.)
અરિહંત જિનદેવ, જિનમુદ્રાધારી
મુનિ અને જિનસિદ્ધાંતને જ તે વંદન કરે
છે; પરંતુ કુદેવ–કુગુરુ–કુધર્મ ગમે તેટલા
મહાન દેખાતા હોય તોપણ તેને તે નમતો
નથી. (એટલે ત્રણ મૂ્રઢતાનો અભાવ છે.)
કુત્સિતદેવ–કુત્સિત ગુરુ ને કુત્સિત
આગમ, તથા તે ત્રણના સેવકો–એવા છ
અનાયતનની તે સમ્યક્વાન જીવ પ્રશંસા
કરતો નથી.
આ પ્રમાણે શંકાદિ આઠ દોષ, આઠ
મદ, ત્રણ મૂઢતા ને છ અનાયતન એવા
પચીસ દોષનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ છે.
જેને આવો નિર્મળભાવ પ્રગટ્યો છે
અને મિથ્યાત્વનો અભાવ કર્યો છે–તેને
‘બુધજન’ મન–વચન–કાયાથી પાયવંદન
કરે છે.