Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 42

background image
: ૧૬ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
(૫૧)
મુમુક્ષુ જીવે સૌથી પહેલાંં શું લક્ષમાં લેવું?
જ્ઞાન અને રાગની ભિન્નતા લક્ષમાં લેવી.
(૫૨) જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શું થાય?
ભેદજ્ઞાન થતાં જ્ઞાન આસ્રવોથી નીવર્તે છે.
(૫૩) આસ્રવોથી નીવર્તવું એટલે શું?
આસ્રવોથી નીવર્તવું એટલે જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકવું; જ્ઞાન જ્ઞાનમાં જ
એકત્વપણે વર્તે ને રાગાદિમાં એકત્વપણે ન વર્તે, તે આસ્રવોથી નીવર્ત્યું
કહેવાય.
(૫૪) રાગમાં એકપણે વર્તે તે જ્ઞાન કેવું કહેવાય?
તે અજ્ઞાન કહેવાય.
(૫૫) જ્ઞાનીનો જ્ઞાનભાવ કેવો છે?
જ્ઞાનીનો જ્ઞાનભાવ રાગ કે બંધ વગરનો છે; તે મોક્ષનું કારણ છે.
(૫૬) સમ્યકત્વ પહેલાંં તત્ત્વનિર્ણયના અભ્યાસથી શું થાય છે?
સાચા નિર્ણયના અભ્યાસથી મિથ્યાત્વનો રસ મંદ પડતો જાય છે. વિકલ્પ
હોવા છતાં, ‘જ્ઞાનમાં’ સત્યસ્વરૂપના ઘોલન વડે મિથ્યાત્વ તૂટતું
જાય છે. વિકલ્પ ઉપર જોર ન દેતાં જ્ઞાન ઉપર જોર દેવું.
(૫૭) જૈનશાસન એટલે શું?
જેને જાણવાથી જરૂર મુક્તિ થાય તે જૈનશાસન.
(૫૮) કોને જાણવાથી જરૂર મુક્તિ થાય?
આત્માના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવને શુદ્ધનયથી જે દેખે તે સમસ્ત
જિનશાસનને દેખે છે, અને તેની જરૂર મુક્તિ થાય છે.
(૫૯) રાગ તે જૈનશાસન છે કે નથી?
ના, રાગ તે જૈનશાસન નથી, તેમજ એકલા રાગ તરફનું જ્ઞાન તે પણ
જૈનશાસન નથી.