: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૭ :
(૬૦) તો જૈનશાસન શું છે?
અંતર્મુખ ભાવશ્રુતજ્ઞાન વડે જે આ ભગવાન શુદ્ધ આત્માની અનુભૂતિ
છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. આ રીતે શુદ્ધ આત્મા તે જ
જિનશાસન છે.
(૬૧) જિનશાસનમાં રાગનું પણ કથન તો છે?
પદાર્થોનું સ્વરૂપ ઓળખવા માટે જિનશાસનમાં કથન તો બધુંય આવે,
પરંતુ તેથી કાંઈ તે બધાયને જિનશાસન ન કહેવાય. જિનશાસનમાં તો
પાપોનું પણ વર્ણન આવે છે તો શું પાપભાવ તે જિનશાસન છે? શુદ્ધ
આત્માની અનુભૂતિ વગર જિનશાસનને જાણી શકાતું નથી.
(૬૨) રાગને અને નિમિત્તોને જાણવા તે જૈનશાસન છે કે નથી?
એકલા રાગને અને નિમિત્તો વગેરેને જ જાણવામાં રોકાય, પણ શુદ્ધ
આત્માના સ્વભાવ તરફ જ્ઞાનને ન વાળે તો તે જીવ જિનશાસનમાં
આવ્યો નથી; કેમકે જિનશાસનમાં કાંઈ એકલા રાગનું ને નિમિત્તોનું જ
કથન નથી, પરંતુ તેમાં રાગથી ને નિમિત્તોથી પાર એવા શુદ્ધ આત્માનું
પણ પ્રધાન કથન છે. અને તે શુદ્ધ આત્માને રાગને તથા નિમિત્તોને એ
સર્વેને જે જાણે તે જીવનું જ્ઞાન શુદ્ધ આત્મા તરફ વળ્યા વગર રહે જ
નહિ, ને રાગાદિથી પાછું ફર્યા વગર રહે જ નહિ. એ રીતે સ્વભાવ–
વિભાવ ને સંયોગ ઈત્યાદિ સર્વને જિનશાસન અનુસાર જાણીને
શુદ્ધનયના અવલંબન વડે જે જીવ પોતાના આત્માને શુદ્ધપણે અનુભવે
છે તે જ જિનશાસનમાં આવ્યો છે ને તેણે જ સકલ જિનશાસનને જાણ્યું
છે. –એવો જીવ અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે છે.
(૬૩) ધર્મની શરૂઆત ક્્યારે થાય? બોધીબીજ ક્્યારે પ્રગટે?
ચૈતન્યતત્ત્વ તો અંતર્મુખ છે અને રાગાદિ ભાવો તો બહિર્મુખ છે, તેમને
એકપણું નથી. જ્યાં સુધી ચૈતન્યની અને રાગની ભિન્નતાને ન જાણે
ત્યાં સુધી ભેદજ્ઞાનરૂપ બોધિબીજ પ્રગટે નહિ. હું તો ચૈતન્ય છું ને
રાગાદિભાવો તો ચૈતન્યથી ભિન્ન છે, જ્ઞાનમાંથી રાગની ઉત્પત્તિ નથી,
ને રાગમાંથી જ્ઞાનની ઉત્પત્તિ નથી. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવની
પરિણતિ રાગથી ખસીને અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફ વળે છે, ને ત્યારે
સમ્યગ્દર્શનાદિ ધર્મની અપૂર્વ શરૂઆત થાય છે.