: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૧૯ :
આશ્રયે તો રાગ જ થાય છે. નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર તો અંતર્મુખ
પરિણતિ છે, ને વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં તો બહિર્મુખ
રાગપરિણતિ છે. જે જીવ આવું ભેદજ્ઞાન કરે છે, તે જ જીવ રાગ સાથેની
કર્તા–કર્મની અજ્ઞાનપ્રવૃત્તિથી છૂટે છે. ભેદજ્ઞાન થતાંવેંત જ તે પોતાના
ચૈતન્યસ્વભાવ સાથે એકતાથી અને રાગાદિ સાથે ભિન્નતાથી
સમ્યગ્દર્શનાદિ નિર્મળકાર્યરૂપે પરિણમે છે, ને બંધનથી છૂટે છે. આ રીતે
ભેદજ્ઞાનથી જ બંધનનો નિરોધ થાય છે.
(૬૯) જ્ઞાનમાત્રથી જ બંધન કઈ રીતે અટકે છે?
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો. એથી નિવર્તન જીવ કરે.
–સમ્મેદશિખરજીની યાત્રાએ ગયા ત્યારે મધુવનમાં આ ગાથા વંચાણી
હતી. આત્માનો ચૈતન્યસ્વભાવ પવિત્ર છે, સુખરૂપ છે, અને રાગાદિ
આસ્રવો ચૈતન્યરહિત છે, અશુચિરૂપ છે તથા દુઃખ ઉપજાવનારાં છે. આ
રીતે આસ્રવોનું ચૈતન્યસ્વભાવથી વિપરીતપણું જાણીને ભેદજ્ઞાની જીવ
તેનાથી પાછો વળે છે, એટલે તેને બંધન થતું નથી. આ રીતે ભેદજ્ઞાનથી
બંધન અટકી જાય છે.
(૭૦) ભેદજ્ઞાન એટલે શું?
ભેદજ્ઞાન એટલે અંતર્મુખ થયેલું જ્ઞાન; તેનો સ્વભાવ જ ક્રોધાદિથી છૂટા
પડવાનો છે. જ્ઞાનનો ઉપયોગ સ્વભાવ તરફ વળીને એકતા કરે અને
રાગાદિથી ભિન્નતા ન કરે એમ બને નહિ; એટલે આત્મા તરફ વળેલા
ભેદજ્ઞાનને આસ્રવોથી નિવૃત્તિની સાથે અવિનાભાવીપણું છે.
અહિં આચાર્યદેવ અલૌકિક ભેદજ્ઞાન વડે આત્મા અને આસ્રવોનું
સ્પષ્ટ જુદાપણું સમજાવે છે. આત્માને અને આસ્રવોને વિરુદ્ધ
સ્વભાવપણું છે તેથી તેમને એકતા નથી પણ ભિન્નતા છે.
(૭૧) રાગનું ખરું જ્ઞાન ક્્યારે થાય? અથવા રાગને કોણ જાણે?
રાગથી જુદો પડે તો જ રાગનું ખરું જ્ઞાન થાય છે, રાગમાં એકતા કરે
તેને રાગનું પણ જ્ઞાન થતું નથી. ચૈતન્ય છે તે રાગથી અન્ય છે; અને
રાગમાં ચૈતન્યથી વિપરીત સ્વભાવપણું છે એટલે તે ચૈતન્યથી અન્ય છે,
તે રાગ પોતે