: ૨૦ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
પોતાને જાણતો નથી; અને ચૈતન્યસ્વભાવી આત્મા તો સ્વયં (–રાગના
અવલંબન વગર જ) સ્વ–પરને જાણનારો ચેતક છે, તે પોતે પોતાને
જાણતાં રાગને પણ પર તરીકે જાણે છે. તે ચૈતન્યથી રાગ અન્ય છે. આ
રીતે આત્માને અને આસ્રવોને ભિન્નસ્વભાવપણું છે–એવા ભેદજ્ઞાનથી
આત્માને બંધન અટકી જાય છે.
(૭૨) સમ્યગ્દ્રષ્ટિને બંધન છે?
ના; દ્રષ્ટિઅપેક્ષાએ તો સમકિતીને મુક્ત કહ્યો છે. સમકિતીની દ્રષ્ટિમાં
બંધરહિત શુદ્ધ આત્મા જ છે, તેથી દ્રષ્ટિઅપેક્ષાએ તેને બંધન છે જ નહીં.
જેમ અંધકારને અને પ્રકાશને ભિન્નતા છે, તેમ અંધકાર જેવા આસ્રવોને
અને પ્રકાશ જેવા ચૈતન્યને અત્યંત ભિન્નતા છે. જેટલો પરાશ્રિત વ્યવહાર
છે તે બધોય આસ્રવોમાં જાય છે, તે ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે; ને જે
સ્વાશ્રિત નિશ્ચય છે–સ્વાશ્રયે થયેલી નિર્મળ પર્યાય છે–તેને ચૈતન્યસ્વભાવ
સાથે એકતા છે. આવા ભેદજ્ઞાનથી જ્યાં ચૈતન્ય સાથે એકતારૂપ ને
રાગાદિથી ભિન્નતારૂપ પરિણમન થયું ત્યાં હવે બંધન શેમાં રહે? બંધન તો
જ્યાં આસ્ત્રભાવ હોય ત્યાં થાય, પણ જ્યાં આસ્રવોથી છૂટીને
ચૈતન્યભાવમાં વળ્યો ત્યાં તે ચૈતન્યભાવમાં બંધન થતું નથી.
(૭૩) ભેદજ્ઞાન વગર ધર્મ થાય?
ના; આ ભેદજ્ઞાન કરવું તે મૂળ વાત છે. ભેદજ્ઞાન વગર કઈ તરફ ઝૂકવું્ર ને
કોનાથી છૂટવું–તેની ખબર પડે નહિ. રાગને ઊંડે ઊંડે સાધન માને તેનું
વલણ આસ્રવ તરફ જ છે, તે આસ્રવોથી છૂટો પડતો નથી, આસ્રવોથી
ભિન્ન ચૈતન્યને તે જાણતો નથી, એટલે તેને ધર્મ થતો નથી. જે જીવ
રાગથી ભિન્નતાને જાણતો નથી તેને વીતરાગભાવરૂપ ધર્મ ક્્યાંથી થાય?
અરે જીવ! ધર્મી થવા માટે તું આવા ભેદજ્ઞાનની એવી દ્રઢતા કર
કે ત્રણ કાળ ત્રણ લોકમાં આસ્રવનો અંશ પણ ચૈતન્યસ્વભાવપણે ન
ભાસે; આવું દ્રઢ ભેદજ્ઞાન થાય એટલે પરિણતિ અંતરમાં વળ્યા વગર
રહે નહિ. પરિણતિ જયાં અંતરમાં વળી ત્યાં પવિત્રતા પ્રગટી, સ્વપર–
પ્રકાશકપણું પ્રગટ્યું અને અતીન્દ્રિય સુખ પ્રગટ્યું, એટલે દુઃખનું કારણ
ન રહ્યું; આ ભેદજ્ઞાનનું કાર્ય છે, આ ધર્મ છે.
(૭૪) ભાઈ, તારે ભગવાન થવું છે?
હા,! તો ભગવાન થવાનું કારણ શું રાગ હોય? રાગ તો ભગવાનથી વિરુદ્ધ