: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૨૧ :
ભાવ છે, તે તો ભગવાન થવાનું કારણ કેમ હોય? ન જ હોય. રાગથી
જુદો પડીને ચૈતન્યસ્વભાવ તરફ વળવું તે જ ભગવાન થવાનું કારણ છે.
ભગવાન ચૈતન્ય તો આનંદનું ધામ છે, તેમાંથી કદી દુઃખની ઉત્પત્તિ થાય
નહિ. રાગમાંથી તો આકુળતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે, તો તે
ચૈતન્યનો સ્વભાવ કેમ હોય? અંતરના વેદનથી ચૈતન્યને અને રાગને
અત્યંત જુદા પાડી નાખ! એવી ભિન્નતાના અનુભવ વડે તું જરૂર
ભગવાન થઈશ.
(૭૫) ભેદજ્ઞાન થયા પહેલાં શું હતું ને પછી શું થયું?
પહેલાંં અજ્ઞાનદશા હતી ત્યારે– अपनेको आप भूलके हैरान हो गया...
પરંતુ હવે જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં– अपनेको आप जानके आनंदी हो गया...
ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાન ટળ્યું, જ્ઞાનમાં પ્રવર્ત્યો ને આસ્રવોથી નિવર્ત્યો,
દુઃખનું કારણ દૂર થયું ને સુખનું વેદન પ્રગટ્યું; આ બધાનો કાળ એક જ છે.
(૭૬) ભેદજ્ઞાનનો કેવો મહિમા છે?
આચાર્ય દેવ જ્ઞાનના મહિમાથી કહે છે કે અહો! પરપરિણતિને છોડતું અને
ભેદનાં કથનોને તોડતું જે આ પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે,
તે જ્ઞાનમાં હવે વિભાવ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ જ નથી, અને
તેને બંધન પણ નથી. જુઓ, આ જ્ઞાન!! જ્ઞાન પરભાવોથી છૂટયું; અહા,
છૂટકારાના પંથે ચડેલા આ જ્ઞાનને બંધન કેમ હોય? મતિ–શ્રુત ક્ષાયોપમિક
હોવા છતાં સ્વસંવેદન તરફ વળ્યાં ત્યાં તે પ્રત્યક્ષ છે, અને તે જ્ઞાનને બંધન
નથી, તેમાં વિકારનું કર્તૃત્વ નથી. ચૈતન્યના મધ્યબિંદુથી તે જ્ઞાન ઊછળ્યું છે,
તેને કેવળ જ્ઞાન લેતાં હવે કોઈ રોકી શકે નહિ.
(૭૭) ભણેલો છતાં અભણ કોણ છે?
જેને ઉપયોગસ્વરૂપ આત્માનો અનુભવ નથી તે જીવ ભલે ગમે તેટલું
ભણ્યો હોય તોપણ તે ખરેખર અભણ છે, ભણતરનો જરાપણ સાર તેણે
પ્રાપ્ત કર્યો નથી. ભણતરનો સાર એ છે કે જ્ઞાનસ્વરૂપ આત્માને પરથી
ભિન્ન અનુભવવો.
(૭૮) અભણ છતાં ભણેલો કોણ છે?
જેને નિર્વિકલ્પ આત્માનો અનુભવ છે તે જીવ ભલે કદાચ શાસ્ત્રભણતર
વગેરે