: ૨૨ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
ન ભણ્યો હોય, બહારનું ઓછું જાણપણું હોય તોપણ ખરેખર તે બધું
ભણેલો છે, બધા ભણતરનો સાર જે શુદ્ધઆત્મઅનુભવ તે તેણે પોતામાં
પ્રાપ્ત કરી લીધો છે.
(૭૯) કોણ હારેલા? ને કોણ જીતેલા?
જેણે ચિદાનંદ તત્ત્વનો અનુભવ કર્યો નથી, મોક્ષને સાધવાની રીતની
જેને ખબર નથી તે ભલે કદાચ મોટા વકતા હોય કે ઘણા શાસ્ત્રોની
ધારણાવાળા હોય તોપણ તેઓ હારી ગયેલા છે... અનુભવ વગરની
એકલી ધારણા કાંઈ શરણરૂપ નહીં થાય, એકલી બાહ્યધારણાવડે તે
મોહને જીતી નહીં શકે.
અને જેણે ચિદાનંદ તત્ત્વના આનંદનો અનુભવ કર્યો છે ને મોક્ષને સાધી
રહ્યા છે તેને ભલે કદાચ બોલતાં કે વાંચતાં પણ ન આવડતું હોય, બીજી
ધારણા પણ થોડી હોય–તોપણ તે જીતેલા છે, તે અલ્પકાળમાં મોહને
જીતીને કેવળજ્ઞાન પ્રગટ કરીને ત્રણલોકના નાથ થશે.
(૮૦) પુણ્યનો માર્ગ અને ધર્મનો માર્ગ એક છે કે જુદા?
પુણ્યનો માર્ગ અને ધર્મનો માર્ગ એક નથી પણ જુદા છે; પુણ્યનો માર્ગ
બહિર્મુખ છે, ધર્મનો માર્ગ અંતર્મુખ છે; પુણ્યનું ફળ સંસાર છે, ધર્મનું ફળ
મોક્ષ છે.
(૮૧) શાસ્ત્રના અર્થનો નિર્ણય કોણ કરી શકે?
શાસ્ત્રના શબ્દોમાં તો કાંઈ જ્ઞાન નથી, જ્ઞાન આત્મામાં છે. જેણે
આત્માની સન્મુખ થઈને નિર્મળજ્ઞાનદશા પ્રગટ કરી, તે જ શાસ્ત્રના
અર્થનો ખરો નિર્ણય કરી શકે છે.
* * *
એક સારું મજાનું તીર્થ... ચાર અક્ષરનું નામ;
ઊંચું તો ભઈ એવું કે આકાશને અડે.
બહાદુર એવું કે સિંહને ખોળામાં રમાડે.
છતાં નેમપ્રભુનાં ચરણોમાં તો એ નમી પડે.
એના બેકી નંબરના બંને અક્ષરો સરખા.
જો ન શોધી આપો તો તમે સૌરાષ્ટ્રના રહેવાસી નહિ.