: દ્વિ. અષાડ : ૨૪૯૫ આત્મધર્મ : ૨૩ :
મોક્ષમાર્ગે જનારાની
આંખ એટલે આગમજ્ઞાન
[પ્રવચનસાર ગા. ૨૩૩ થી ૨૩૬ ઉપરનાં પ્રવચનોમાંથી]
અનેકાન્ત જેનું લક્ષણ છે એવા આગમના ભાવશ્રુતજ્ઞાનવડે સ્વ–પરનું તેમજ
પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે અને મોક્ષમાર્ગ સધાય છે. જેને આગમનું
જ્ઞાન નથી તેને સ્વ–પરનું કે પરમાત્મસ્વરૂપનું જ્ઞાન નથી અને તેના જ્ઞાન વગર મોક્ષ
સધાતો નથી.
સ્વ શું ને પર શું તેને ઓળખ્યા વગર સ્વમાં એકાગ્રતા ક્્યાંથી થાય? આત્માનું
પરમસ્વરૂપ શું છે તેને જાણ્યા વગર તેમાં એકાગ્રતા ક્્યાંથી થાય? ને એકાગ્રતા વગર
મોક્ષ ક્્યાંથી સધાય? માટે કહે છે કે આગમજ્ઞાન વગર મોક્ષની સિદ્ધિ નથી.
‘આગમજ્ઞાન’ કહેતાં એકલા શબ્દોના જાણપણાની વાત નથી પણ દ્રવ્ય–ગુણ–
પર્યાયનું જે ગંભીર સ્વરૂપ આગમમાં બતાવું છે, સ્વ–પરનું જેવું સ્વરૂપ આગમમાં
બતાવ્યું છે અને આત્માનું જેવું પરમ સ્વરૂપ આગમમાં બતાવ્યું છે તેવું સ્વરૂપ જાણતાં
આત્માના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુભવરૂપ એકાગ્રતા પ્રગટે છે, એવું ભાવશ્રુત તે ખરું
આગમજ્ઞાન છે. આવા જ્ઞાન વડે મોહનો ક્ષય થાય છે, એટલે તેને જ કર્મના ક્ષયરૂપ
મોક્ષની સિદ્ધિ થાય છે.
સર્વજ્ઞપ્રણીત આગમજ્ઞાન વડે પદાર્થના સ્વરૂપનો નિશ્ચય થાય છે. પદાર્થના
નિશ્ચય વડે મિથ્યાત્વબુદ્ધિ છૂટે છે એટલે પરમાં કર્તૃત્વ–ભોકતૃત્વની અભિલાષા છૂટીને
જ્ઞાનસ્વરૂપ આત્મામાં એકમાં સ્થિરતા થાય છે. આવી એકાગ્રતા વડે શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ
મુનિપણું થાય છે, અને તેને મોક્ષ સધાય છે. પણ હજી પદાર્થનું સ્વરૂપ શું છે તેની જેને
ખબર નથી તે તો પરના કર્તા–ભોકતાપણાની અભિલાષામાં રખડે છે, તેને સ્વમાં
એકાગ્રતા થતી નથી, એટલે મુનિદશા કે મોક્ષ તેને સધાતા નથી.
મોક્ષમાં જનારા જીવોને આગમ જ એક ચક્ષુ છે. આગમના જ્ઞાન વડે અતીન્દ્રિય
પદાર્થોનું સ્વરૂપ પણ ઓળખાય છે. માટે કહે છે કે કર્મક્ષયના અર્થી જીવોએ સર્વપ્રકારે
આગમની પર્યુપાસના કરવી યોગ્ય છે. આગમજ્ઞાન તો શુદ્ધાત્માનો સ્વાનુભવ કરાવે છે.
જેને સ્વાનુભવ નથી તેને સાચું આગમજ્ઞાન કહેતા નથી. આગમજ્ઞાન