Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 42

background image
: ૨૪ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
વગરના જગતના જીવો આંધળા છે, વસ્તુસ્વરૂપને તેઓ દેખી શકતા નથી. મોક્ષના
માર્ગમાં ચાલવા માટે મુમુક્ષુને આગમજ્ઞાન તે ચક્ષુ છે. જગતના સંસારી જીવો
ઈંદ્રિયચક્ષુથી દેખનારા છે, તે ઈંદ્રિયચક્ષુ વડે આત્મા દેખાતો નથી. ધર્માત્માઓ
આગમચક્ષુ વડે સ્વાનુભવ કરીને શુદ્ધાત્માને દેખે છે.
સર્વજ્ઞ ભગવાને કહેલા આગમ કેવા છે? કે તેનું અંતરંગ ગંભીર છે; જગતના
સમસ્ત પદાર્થો ત્રણે કાળે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે–આવું જે સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન
તેનાથી ભરેલું આગમનું અંતરંગ ગંભીર છે. સર્વજ્ઞદેવે કહેલા આગમના જ્ઞાન સિવાય
સર્વ પદાર્થનું આવું સૂક્ષ્મ યથાર્થ સ્વરૂપ જાણી શકાય નહીં. અહો! જિનાગમની
ગંભીરતા!
આવા આગમવડે જ પદાર્થના સ્વરૂપનો નિશ્ચય થાય છે. પણ જેમાં પદાર્થોની
પરાધીનતા બતાવી હોય, બીજા વડે તેની ઉત્પત્તિ કે નાશ બતાવ્યા હોય–તો તે સર્વજ્ઞે
કહેલા આગમ નથી. સર્વજ્ઞના આગમ યથાર્થ વસ્તુસ્વરૂપ ઓળખાવીને ઉપયોગસ્વરૂપ
આત્માનો અનુભવ કરાવે છે. જેને આગમદ્વારા યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન નથી તેને જ
એવી મિથ્યાબુદ્ધિ થાય છે કે હું વિશ્વના પદાર્થોને રચું, અથવા મારી પર્યાયને બીજો રચે.
પદાર્થના નિશ્ચય વગરનો તે જીવ ડામાડોળ અને અસ્થિર રહે છે, સ્વમાં એકાગ્રતા નહિ
હોવાથી તે સદાય વ્યગ્ર જ રહે છે. એક એવા શુદ્ધાત્મામાં તો એકાગ્રતા છે નહિ તેથી
અનેક એવા પરદ્રવ્યોપણે અથવા અનેક વિકલ્પોપણે પોતાને અનુભવતો થકો વ્યગ્ર જ
રહે છે. એવા જીવને મુનિદશા હોતી નથી. મુનિદશા તો આત્માની પ્રતીતિ–અનુભૂતિરૂપ
શુદ્ધાત્મપ્રવૃત્તિ છે. એ જ મોક્ષમાર્ગ છે. માટે મુમુક્ષુએ આગમના સમ્યક્ અભ્યાસવડે
યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવામાં પાવરધા થવું.
ભાઈ, તારે મોક્ષને સાધવો છેને? મોક્ષ એટલે આત્માની શુદ્ધતા; તેને સાધવા
માટે સ્વ કોણ ને પર કોણ એને તો ઓળખ. જગતના અન્ય પદાર્થો, તેને તું તારા માની
લે તો તને સ્વ–પરની ભિન્નતાનું પણ ભાન નથી. પરદ્રવ્યોને પોતાનું માનનારો જીવ તે
તો અપરાધી છે. બીજાની વસ્તુ લઈને એમ કહે કે આ મારી છે–તો તે ચોર ગણાય; તેમ
ઉપયોગસ્વરૂપ જે પોતાનો આત્મા, તેનાથી ભિન્ન જગતના અન્ય પદાર્થોને જે પોતાનાં
માને છે, તેનું કાર્ય હું કરું એમ માને છે–તો તે જીવ પણ ચોર છે–અપરાધી છે, –સંસારની
જેલમાંથી તે છૂટશે નહીં.
બાર અંગરૂપ જિનાગમમાં શુદ્ધાત્મઅનુભૂતિને જ મોક્ષમાર્ગ કહ્યો છે. આગમ
અનુસાર સ્વ–પરની ભિન્નતા જાણ્યા વગર શુદ્ધઆત્માની અનુભૂતિ થઈ શકે નહીં.