Atmadharma magazine - Ank 309
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 42

background image
: ૨ : આત્મધર્મ : દ્વિ. અષાડ : ૨૪૯૫
રત્નત્રયની શુદ્ધિ માટે દ્રઢ
વૈરાગ્યભાવનાનો ઉપદેશ
[અસંખ્ય પ્રદેશે વૈરાગ્યની સીતારને ઝણઝણાવીને
આત્માની આરાધનામાં દ્રઢ રહેજે]
* * *
ભાવપ્રાભૃત ગા. ૧૧૦ માં પરમ વૈરાગ્યનો ઉપદેશ આપતાં શ્રી કુંદકુંદ પ્રભુ કહે
છે કે હે જીવ! તેં સંસારને અસાર જાણીને સ્વરૂપને સાધવા માટે જ્યારે વૈરાગ્યથી
મુનિદીક્ષા લીધી તે વખતના તીવ્ર વૈરાગ્યને ઉત્તમબોધિ નિમિત્તે તું યાદ કર... ફરી ફરી
તેની ભાવના ભાવ. વિશુદ્ધ ચિત્તથી એટલે કે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ સહિત
થઈને તું ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભાવના કર. મુનિપણાની દીક્ષા વખતે આખા જગતથી ઉદાસ
થઈને સ્વરૂપમાં જ રહેવાની કેવી ઉગ્ર ભાવના હતી! –જાણે કે સ્વરૂપથી બહાર હવે કદી
આવવું જ નથી. આવા ઉત્તમ પ્રસંગે જાગેલી વૈરાગ્યભાવનાને હે જીવ! ફરી ફરીને તું
તારા રત્નત્રયની વિશુદ્ધિને અર્થે ભાવ.
ચિદાનંદ સ્વભાવને જ જેણે સાર જાણ્યો અને સંસારને અસાર જાણ્યો તે
જીવ ચૈતન્યની ઊંડી ભાવના વડે ભાવશુદ્ધિ (સમ્યગ્દર્શનાદિ) પ્રગટ કરે છે.
ચિદાનંદ સ્વભાવ પવિત્ર છે તેની ભાવનાથી કષાયો નષ્ટ થઈને સમ્યગ્દર્શનાદિ
પવિત્ર ભાવ પ્રગટે છે. ચૈતન્યને સાધવા માટે જે વૈરાગ્યધારા ઉલ્લસી, કે રોગના
કાળે કે બીજા વૈરાગ્યપ્રસંગે જે વૈરાગ્ય ભાવના જાગી, અથવા મરણ જેવો પ્રસંગ
આવી પડતાં જેવી વૈરાગ્યભાવના હોય એવા વૈરાગ્યને તું સદાય નિરંતર ધ્યાનમાં
રાખીને વારંવાર તેને ભાવજે, એ વૈરાગ્યભાવનાને વારંવાર ઘૂંટજે, વૈરાગ્યને
શિથિલ થવા દઈશ મા. શુદ્ધભાવે આત્માની જે આરાધના ઉપાડી તેને જીવનપર્યંત
નિર્વહન કરજે. આરાધક જીવને તીવ્ર રોગ વગેરે પ્રતિકૂળ પ્રસંગે વૈરાગ્યની ધારા
વિશેષ ઊપડે છે. પ્રતિકૂળતા આવે ત્યાં આર્ત્તધ્યાન ન કરે પણ સ્વભાવ તરફ ઝુકે
ને તીવ્ર વૈરાગ્ય વડે શુદ્ધતાની ધારાને ઉલ્લસાવીને રત્નત્રયની આરાધનાને પુષ્ટ