વિ વિ ધ સ મા ચા ર
• સોનગઢમાં કહાનનગર સોસાયટીનું ઉદ્ઘાટન ભાદરવા સુદ એકમ ને
શુક્રવાર તા. ૧૨–૯–૬૯ ના રોજ થવાનું છે.
• સોનગઢમાં જે નવું આગમમંદિર થવાનું છે તેના શિલાન્યાસનું મુહૂર્ત
ભાદરવા સુદ બીજ ને શનિવાર તા. ૧૩–૯–૬૯ ના રોજ છે.
• સાવરકુંડલાની પાસેના કાનાતળાવ ગામમાં ત્યાંના જૈન કણબીભાઈઓ
દ્વારા જે નવું સ્વાધ્યાય મંદિર તથા જિનમંદિર થવાનું છે તેના શિલાન્યાસનું મુહૂર્ત
ભાદરવા સુદ ત્રીજ ને રવિવાર તા. ૧૪–૯–૬૯ ના રોજ છે.
• દસલક્ષણી– પર્યુષણ પર્વનો પ્રારંભ ભાદરવા સુદ ચોથ ને સોમવાર તા.
૧પ–૯–૬૯ ના રોજ થશે.
મિટિંગ સંબંધી જાહેરાતો–
• દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટિની મિટિંગ ભાદરવા સુદ
એકમ ને શુક્રવાર તા. ૧૨–૯–૬૯ ના રોજ બપોરે ચાર વાગે રાખવામાં આવી છે.
• દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની સામાન્ય સભા ભાદરવા સુદ ત્રીજ ને
રવિવાર તા. ૧૪–૯–૬૯ ના રોજ સવારે સાડાનવ વાગે રાખવામાં આવી છે.
• શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) ની મિટિંગ ભાદરવા સુદ ત્રીજ
ને રવિવાર તા. ૧૪–૯–૬૯ ના રોજ બપોરે ૪ વાગે રાખવામાં આવી છે.
• શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક સામાન્ય સભા શ્રાવણ વદ અમાસ
ને ગુરુવાર તા.૧૧–૯–૬૯ ના રોજ બપોરે ચાર વાગે રાખવામાં આવી છે.
• શ્રી જૈન વિદ્યાર્થીગૃહના ટ્રસ્ટીઓની તથા વ્યવસ્થાપક કમિટિની મિટિંગ
શ્રાવણ વદ અમાસ ને ગુરુવાર તા. ૧૧–૯–૬૯ ના રોજ સવારે સવાનવ વાગે; તથા
જનરલ સભાની મિટિંગ ભાદરવા સુદ બીજ ને શનિવારે ચાર વાગે રાખવામાં આવી છે.
મુનિમહિમા:– દરવર્ષે વૈશાખ માસે આપણે વિશેષાંક પ્રગટ કરીએ છીએ;
તદ્નુસાર આગામી વૈશાખ માસમાં “મુનિવરોના મહિમાનો એક ખાસ વિશેષાંક” પ્રગટ
કરવાની ભાવના છે.–જેથી જૈનધર્મમાં ચારિત્રદશાનો અને મુનિદશાનો કેવો અપાર
મહિમા છે તે જગતમાં પ્રસિદ્ધિ થાય; અને આપણા સમાજને મુનિભગવંતો પ્રત્યે કેટલો
મહાન આદર છે તે પણ આપણે વ્યક્ત કરીએ. સૌના યોગ્ય સહકારથી જો આ અંક
પ્રસિદ્ધ થશે તો ખૂબ જ પ્રભાવનાનું કારણ થશે.
પ્રથમ સ્વર્ગ:– મેરૂપર્વતની ટોચ પછી તરત પહેલા સ્વર્ગની શરૂઆત થાય છે;
અને દોઢ રાજુની ઊંચાઈ સુધી પહેલું સ્વર્ગ છે. દોઢ રાજુની ઊંચાઈએ પહેલા સ્વર્ગની
ધજા છે; ને તેનું તળીયું મેરુ ઉપર એક બાલ જેટલા અંતરે છે. આ રીતે દોઢ રાજુમાં
પહેલું સ્વર્ગ વિસ્તરેલું છે. (કેટલાક જિજ્ઞાસુઓ તરફથી પ્રશ્ન આવેલ તેથી આટલી
સ્પષ્ટતા કરી છે.)
પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારે સમયસારમાં પુણ્ય–પાપઅધિકાર
તથા બપોરે પ્રવચનસાર ગા. ૧૭૨ અલિંગગ્રહણના ૨૦ બોલ ઉપર પ્રવચનો ચાલે છે.
(વિશેષ માટે જુઓ પૃ. ૩૩)