વાર્ષિક વીર સં. ૨૪૯૫
લવાજમ શ્રાવણ
ચાર રૂપિયા
ભવભ્રમણરૂપ ઘરમાં ભમતાં ભમતાં ઘણાં દિવસો વીત્યા ને ઘણાં નામ
ધારણ કર્યા; પરપદને જ નિજપદ સમજીને તેમાં મગ્ન થઈ રહ્યો ને
પરપરિણતિમાં ફસાયો, પરંતુ શુદ્ધ–બુદ્ધ–સુખકંદ ને મનોહર એવા
ચૈતનભાવની ભાવના કદી ન ભાવી.
નર–પશુ–દેવ–નરક એમ ચારગતિરૂપે જ આત્માને માનીને પર્યાયબુદ્ધિ
થઈ ગયો; પણ અમલ–અખંડ–અતુલ ને અવિનાશી એવા આત્માના ગુણ
ન ગાયા, તેની ઓળખાણ ન કરી. આ અમારી મોટી ભૂલ થઈ ગઈ; પણ
(કવિ કહે છે કે) હવે પસ્તાવાથી શું? હવે તો સદ્ગુરુના વચનનો પ્રેમ
કરીને હે દૌલત! તમે આજે જ વિષયોને છોડો અને આનંદમય ચેતનધામ
એવા નિજઘરમાં આવીને રહો.