: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
અટકવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. –આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે
સમ્યક્ત્વની પાત્રતા છે.
પ્રથમ શ્રુતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે, એટલે કે શ્રુતના
અવલંબનથી આત્માનો નિર્ણય થયો છે; ત્યારપછી પ્રગટ અનુભવ કેમ થાય? તે માટે
જુઓ પાનું ૩૯ મું.
(આ પ્રવચનનો બીજો ભાગ એટલે સમ્યગ્દર્શનની રીત: તે માટે જુઓ પાનું : ૩૯)
સામાયિક કરો
એક સમયના સામાયિકમાં કેટલી
તાકાત?
અલ્પકાળમાં મોક્ષ દેવાની તાકાત છે.
સામાયિક એટલે શું?
પુણ્ય–પાપ વગરના જ્ઞાનનો અનુભવ,
તે સામાયિક છે.
શુભરાગ તે સામાયિક છે?
ના; સામાયિક તે તો વીતરાગભાવ છે.
પુણ્યને મોક્ષનું સાધન માને તેને
સામાયિક હોય? ...................... ના.
સામાયિકમાં શેનો લાભ છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
આત્માનો લાભ છે.
પુણ્યને મોક્ષમાર્ગ માનનારા જીવો કેવા છે?
તેઓ સ્થૂળ લક્ષવાળા છે; સૂક્ષ્મ એવા
ચૈતન્યનું લક્ષ તેને નથી.
સંસારથી ડરીને મોક્ષને ચાહે તેણે શું
કરવું?
તેણે સામાયિક કરવી.
સામાયિક કેવી રીતે થાય?
પુણ્ય–પાપ, રાગ–દ્વેષ તેનાથી પાર એવા
જ્ઞાનના અનુભવ વડે સામાયિક થાય
છે. જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ
વગર સામાયિક હોય નહીં.
અજ્ઞાનીએ પૂર્વે કદી સામાયિક કરી હશે?
ના.
આત્માની ઓળખાણ વગર પણ ઘણા
જીવો સામાયિક તો કરે છે?
તે સામાયિક સાચી નથી; શરીરની
સ્થિરતા કે પાપ છોડીને પુણ્યનો ભાવ–
તેને કાંઈ ભગવાને સામાયિક નથી
કહ્યું; શરીરથી ભિન્ન અને પુણ્યથી પાર
એવા વીતરાગી જ્ઞાનનો અનુભવ તે
સામાયિક છે, ને તે મોક્ષનું કારણ છે.
આવું સામાયિક આત્માના જ્ઞાનપૂર્વક
જ હોય છે.
હે મોક્ષાર્થી જીવો! મોક્ષને માટે તમે આવું
સામાયિક કરો.