Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
‘પુણ્ય–પાપ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું’ આવી જેણે નિર્ણય દ્વારા હા પાડી
તેનું પરિણમન પુણ્ય–પાપ તરફથી પાછું ખસીને જ્ઞાયકસ્વભાવ તરફ ઢળશે. ‘હું
જ્ઞાનસ્વભાવ છું’ એમ જેણે આત્માનો નિર્ણય કર્યો તેને પુણ્ય–પાપનો આદર ન રહ્યો.
તેથી તે અલ્પકાળમાં પુણ્યપાપ–રહિત જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને અને તેમાં
સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ પરમાત્મા થઈ જશે. પૂર્ણની જ વાત છે, શરૂઆત થઈ
છે તે પૂર્ણતાને લક્ષમાં લઈને જ થઈ છે. સંભળાવનાર અને સાંભળનાર બંનેને પૂર્ણતાનું
જ ધ્યેય છે. જેઓ પૂર્ણ સ્વભાવ બતાવે છે–એવા દેવ–ગુરુ–શાસ્ત્ર તો પવિત્ર જ છે, ને તે
સ્વભાવની જેણે હા પાડી તેનું પણ પરિણમન પવિત્રતા તરફ વળ્‌યું છે. પૂર્ણની હા પાડી
તે પૂર્ણ થશે જ. આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ છે.
• સમ્યગ્દર્શન થયા પહેલાં •
આત્માનો આનંદ પ્રગટ કરવા માટેની પાત્રતાનું સ્વરૂપ કહેવાય છે. હે ભાઈ!
તારે ધર્મ કરવો છે ને! તો તું તને ઓળખ. પહેલાં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે,
તું છો કોણ? શું ક્ષણિક પુણ્ય–પાપનો કરનાર તે જ તું છો? ના ના; તું તો જ્ઞાન કરનાર
જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, જાણનાર જ તું છો. આવો નિર્ણય
તે જ ધર્મની પહેલી શરૂઆતનો (સમ્યગ્દર્શનનો) ઉપાય છે. શરૂઆતમાં એટલે કે
સમ્યગ્દર્શન પહેલાં આવો નિર્ણય ન કરે તો તે પાત્રતામાં પણ નથી. મારો સહજ
સ્વભાવ જાણવાનો છે–આવો શ્રુતના અવલંબને જે નિર્ણય કરે છે તે પાત્ર જીવ છે. જેને
પાત્રતા પ્રગટી તે આગળ વધીને અનુભવ કરશે જ. સમ્યગ્દર્શન કરવા માટે પહેલાં
જિજ્ઞાસુ જીવ, ધર્મસન્મુખ થયેલો જીવ, સત્સમાગમે આવેલો જીવ શ્રુતજ્ઞાનના
અવલંબને જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે.
હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં ક્યાંય રાગ–દ્વેષ કરીને અટકે તેવો મારો
જ્ઞાનસ્વભાવ નથી. પર ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો
જાણનારસ્વભાવ પરનું કાંઈ કરનાર નથી. હું જેમ જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા
આત્માઓ જ્ઞાનસ્વભાવી છે; જેઓ પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય ચૂકયા છે
તેઓ દુઃખી છે, તેઓ જાતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે તો તેઓનું દુઃખ ટળે. હું
કોઈને ફેરવવા સમર્થ નથી. પર જીવોનું દુઃખ હું ટાળી શકું નહિ કેમકે દુઃખ તેઓએ
પોતાની ભૂલથી કર્યું છે; તેઓ પોતાની ભૂલ ટાળે તો તેમનું દુઃખ ટળે. કોઈ પરના લક્ષે