: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
નીચેના જીવોને ઓળખી કાઢો–
(૧) એક જીવના મોઢામાં અમૃત છે, છતાં તે દુઃખી છે–તે કોણ?
(૨) એક જીવ કદી ખાતા નથી છતાં સદાય સુખે જીવે છે–તે કોણ?
(૩) એક જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, પણ તે નથી સ્વર્ગમાં, નથી મનુષ્યમાં, નથી તિર્યંચમાં
કે નથી નરકમાં, –તો તે ક્યાં હશે?
(૪) જંગલમાં જેનો જન્મ, ને અંજના જેની માતા, તે મોક્ષગામી મહાત્મા કોણ?
(પ) મહાવીર ભગવાનના સૌથી મોટા શિષ્ય–કે જે બ્રાહ્મણ હતા ને મોક્ષ પામ્યા તે
કોણ?
(૬) જિનદીક્ષા લેનારા છેલ્લા મુગટબંધી રાજા, જેણે ભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા
લીધી–તે કોણ?
(૭) એક જીવ વીતરાગ છે, તેનું આયુષ્ય પૂરું થયું છતાં તે મોક્ષ ન પામ્યો, તે કોણ?
(૮) એક મનુષ્ય એવા–કે જે કદી ખાય નહીં, પીએ નહી, છતાં લાખો વર્ષ જીવે–તે
કોણ?
(૯) એક મનુષ્ય પાસે રાતી પાઈ પણ નથી છતાં જે ગરીબ નથી, તે કોણ?
(૧૦) કુંદકુંદસ્વામી, જંબુસ્વામી, અકલંકસ્વામી, મરુદેવી, –આમાંથી તે ભવે મોક્ષ પામ્યું
તે કોણ?
ગતાંકમાં પૂછેલા આઠ વાક્યોની સાચી રચના નીચે મુજબ છે–
૧ ભરત અને બાહુબલી બંને ભાઈ હતા.
૨. બાવીસમા તીર્થંકર નેમિનાથ ગીરનારથી મોક્ષ પામ્યા.
૩. મહાવીર ભગવાન પાવાપુરીથી મોક્ષ પામ્યા.
૪. સોનગઢમાં ૬૩ ફૂટ ઊંચો માનસ્તંભ છે.
પ ‘નમો અરિહંતાણં’ એ મહામંત્ર છે.
૬ સમયસારશાસ્ત્રમાં ૪૧પ ગાથાઓ છે.
૭ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે.
૮ જીવનો મોક્ષ વીતરાગી રત્નત્રયથી થાય છે.
ચારસો ઉપરાંત જિજ્ઞાસુઓએ આ યોજનામાં રસ લઈને
ઉત્સાહપૂર્વક જવાબો લખી મોકલ્યા છે, તે સૌને ધન્યવાદ!