Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
(પાંચમી ઢાળનો અર્થ)
(૧) શ્રદ્ધા જેના ચિત્તમાં છે એવા
વ્રતધારક જીવો તિર્યંચ અને
મનુષ્ય એ બે ગતિમાં જ હોય છે.
તે અણુવ્રતધારક જીવો અણગળ
પાણી પીતા નથી અને
રાત્રિભોજન છોડે છે.
(૨) મુખમાં અભક્ષ્ય વસ્તુ ખાતા
નથી, ત્રિકાળ જિનભક્તિમાં
લયલીન રહે છે, મન–વચન–
તનથી કપટ છોડે છે, અને
પાપકાર્યો કરવા–કરાવવા કે
અનુમોદવાનું છોડે છે.
(૩) તે સમ્યગ્દ્રષ્ટિને જેટલા કષાય
ઉપશમે છે તેટલા પ્રમાણમાં
હિંસાદિનો ત્યાગ હોય છે. કોઈ
તો સાત વ્યસન (જુગાર–માંસ–
મદિરા–શિકાર–ચોરી–વેશ્યા અને
પરસ્ત્રી) તેનો જ ત્યાગ કરે છે,
અને કોઈ અણુવ્રત ધારણ કરીને
તપમાં લાગે છે.
(૪) તે શ્રાવક કદી ત્રસ જીવને મારે
નહીં, અને સ્થાવર જીવોનો પણ
વગર પ્રયોજને સંહાર કરે નહીં,
અન્યના હિત વગર જૂઠ બોલે
નહીં (અર્થાત્ કોઈ ધર્માત્માથી
દોષ થઈ ગયો હોય તેને
બચાવવા, અથવા કોઈ
નિરપરાધી ફસાઈ જતો હોય તેને
ઉગારવા; એવા પ્રસંગ સિવાય તે
જૂઠ બોલતા નથી. અને તે પણ
અન્યનું અહિત થાય તેવું
બોલતા નથી) અને સત્ય
સિવાય કદી મુખ ખોલતા નથી.
(પ) જેની મનાઈ નથી એવા પાણી
અને માટી સિવાય બીજી કોઈ
વસ્તુ દીધા વગરની કદી લેતા
નથી; પોતાની વિવાહીત નારી
સિવાય બીજી નાની સ્ત્રીઓને
બહેનસમાન, અને મોટીને
માતાસમાન સમજે છે.
(૬) તૃષ્ણાનું જોર સંકોચે છે અર્થાત્
મમતા ઘટાડીને અધિક પરિગ્રહને
છોડે છે, પરિગ્રહની મર્યાદા કરે
છે; દિશાઓમાં ગમનની કે
કોઈને બોલાવવા–મોકલવાની
મર્યાદા કરે છે અને તે મર્યાદાથી
બહાર પગ મુકતા નથી.
(૭) પાપથી ડરનારા તે શ્રાવક
દિગ્વ્રતમાં નક્કી કરેલી
મર્યાદામાંથી પણ નગર–તળાવ કે
નદી વગેરેની મર્યાદા રાખે છે,
કોઈ પ્રકારના અનર્થદંડ (ખોટા
પાપ, નિષ્પ્રયોજન હિંસાદિ)
કરતા નથી, અને ક્ષણે ક્ષણે
જિન–ધર્મનું સ્મરણ કરે છે.
(૮) દ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને ભાવની
શુદ્ધિપૂર્વક સમતારૂપ સામાયિકને
ધ્યાવે છે; આઠમ