Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 48

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
ચૌદસ પ્રૌષધ–ઉપવાસના દિવસે
એકાંતમાં રહે છે અને
નિષ્પરિગ્રહી મુનિસમાન શોભે છે.
(૯) તે શ્રાવક પરિગ્રહની મર્યાદાનો
વિચાર કરે છે અને ભોગ–
ઉપભોગની મર્યાદાનો પણ
હંમેશા નિયમ કરે છે. મુનિવરોને
આહારદાનની ભાવના ભાવે છે
અને જ્યારે મુનિઓને
આવવાની વેળા વીતી જાય
ત્યારે જ પોતે યોગ્ય શુદ્ધ
ભોજન કરે છે.
(૧૦) એ રીતે ધર્મી–શ્રાવક સદા ઉત્તમ
કાર્ય કરે છે અને પાપથી સદાય
ડરતા રહે છે. અને જ્યારે
મરણનો કાળ નજીક જાણે ત્યારે
સમસ્ત પરિગ્રહની મમતાને
છોડે છે.
(૧૧) बुधजन કહે છે કે અમે એવા
ઉત્તમ પુરુષોના ચરણોના સેવક
છીએ; તે ધર્માત્મા નિયમથી
સુરપદ પામીને અલ્પકાળમાં જ
મોક્ષ પામે છે.
(પંચમઢાળ પૂરી)
• • •
જીવ ક્રોધથી અંધ બનીને પોતે પોતાને કેવું નુકશાન કરે છે તેનું એક સ્થૂળ
દ્રષ્ટાંત–બે માણસોને એકબીજા સાથે દુશ્મનાવટ થઈ; બંનેનું ઘર આજુબાજુમાં જ હતું.
એકે ક્રોધથી વિચાર્યું કે હું સામાનું ઘર બાળી નાંખું. તે અનુસાર સામાનું ઘર બાળી
નાંખવા તેના ઘરમાં અગ્નિ ફેંકીને ભાગ્યો. પણ બીજો માણસ તે દેખી ગયો; પોતાનું ઘર
બળતું હોવા છતાં ક્રોધથી તેણે વિચાર્યું કે, જો ઘર ઠારવા રોકાઈશ તો આ શત્રુ ભાગી
જશે; માટે તેને પકડું. એમ તેને પકડવા તેની પાછળ ગયો; અને પછી પાછો આવીને
જુએ છે તો ઘરનું નામનિશાન ન મળે....આગમાં બધુંય ભસ્મીભૂત! તે દેખીને તેને
પસ્તાવો થયો કે અરેરે! શત્રુ ઉપર ક્રોધ કરવા કરતાં મેં પોતે મારા ઘરની આગ ઠારી
હોત તો મારું ઘર ન બળત....તેમ જીવને કાંઈક પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં સામા
ઉપર તે ક્રોધ કરે છે, એ ક્રોધ વડે પોતે પોતાના સ્વઘરની શાંતિને બાળે છે; પણ
ક્રોધાગ્નિ બુઝાવીને પોતે પોતાના શાંત પરિણામમાં રહે તો એને કાંઈ જ નુકશાન ન
થાય, ને પોતાની આત્મિકશાંતિ મળે. આ રીતે પ્રતિકૂળતામાં ક્રોધ–એ દુઃખથી બચવાનો
ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાનો ઉપાય છે. જગતનો કોઈ શત્રુ તારી જે
શાંતિ ને હણવા સમર્થ નથી તે શાંતિને તું પોતે જ ક્રોધ વડે કેમ હણે છે?
જ્યાં ક્રોધ છે ત્યાં દુઃખ છે.....જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે.