: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
હોવાનો સંભવ છે. ૧૮પ૦૦ વર્ષ પછી છેલ્લા મુનિએ સમાધિમરણ કર્યા બાદ
થોડા જ વખતમાં પંચમકાળ પૂરો થઈને છઠ્ઠો આરો શરૂ થશે; અને ત્યારે
ભરતક્ષેત્રમાં મુનિદશા વગેરેનો લોપ થઈ જશે.
પ્રશ્ન:– જૈનમાર્ગ સિવાય બીજા સંપ્રદાયોમાં સમ્યગ્દર્શન લભ્ય છે નહીં? –કેમકે
સમ્યગ્દર્શન તો ચારે ગતિમાં માનવામાં આવ્યું છે
ઉત્તર:– ચારે ગતિમાં સમ્યગ્દર્શન હોઈ શકે છે–એ વાત ખરી, –પણ જૈન સિવાય બીજા
માર્ગમાં સમ્યગ્દર્શન કદી હોતું નથી. ચારમાંથી કોઈપણ ગતિમાં જે જીવ
સમ્યગ્દર્શન પામ્યો છે તે જીવ જૈનમાર્ગમાં આવી જ ગયેલો છે; કેમકે
જૈનમાર્ગમાં અરિહંતદેવે જેવો આત્મસ્વભાવ કહ્યો છે તેવા આત્મસ્વભાવની
અનુભૂતિ કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે.
જૈનપાઠશાળા:– ઘાટકોપર, રાજકોટ વગેરે અનેક સ્થળે જૈન પાઠશાળા ચાલુ હોવાના
સમાચાર જાણીને આનંદ થાય છે. દરેક ગામે જેન પાઠશાળા દ્વારા બાળકોમાં
ધર્મસંસ્કાર આપવાનું અત્યંત જરૂરી છે. આપના ગામમાં પણ પાઠશાળા ચાલુ
કરો.
• કેટલાક કોલેજિયન અને બીજા ઘણાય સભ્યો લખે છે કે આત્મધર્મ હાથમાં
આવતાં બધું કામ છોડીને તે વાંચવા બેસી જાઉં છું, આત્મધર્મમાં એવો રસ પડે
છે કે બીજું બધું ભૂલી જવાય છે. સોનગઢથી દૂર હોવા છતાં આત્મધર્મ હાથમાં
આવતાં જાણે સોનગઢમાં હોઈએ એવું લાગે છે. ખરેખર, આત્મધર્મ દ્વારા
અમને ગુરુદેવની ઉત્તમ પ્રસાદી મળે છે. जय जिनेन्द्र
“અનેકાન્ત..........ઝીન્દાબાદ!”
પરથી ભિન્ન આત્માનો અનુભવ કરાવે તે સાચો અનેકાન્ત