: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
વીતરાગવિજ્ઞાન–પ્રશ્નોત્તર (પૃ. ૧૨ થી ચાલુ)
૨પ૨. સુખ દુઃખનું કારણ શેમાં છે?
સુખ–દુઃખનું કારણ જીવમાં છે, જડમાં
નથી.
૨પ૩. આત્મા કેવો છે.
આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો
ભગવાન છે.
૨પ૪. સંવર શેનાથી થાય છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે સંવર
થાય છે.
૨પપ. જીવ સુખી–દુઃખી કઈ રીતે થાય છે.
પોતાના સ્વભાવને ભૂલીને વિપરીત
ભાવવડે તે દુઃખી થાય છે, ને
સ્વભાવનું ભાન કરીને એકાગ્ર થતાં
સુખી થાય છે.
૨પ૬. બીજાને સુખ–દુઃખનુંં કારણ માને
તો શું થાય?
તો બીજા ઉપરના રાગ–દ્વેષ કદી છૂટે
નહિ ને દુઃખ મટે નહિ.
૨પ૭. શરીરની પ્રતિકૂળતા જીવને નડે છે?
ના; સાતમી નરકની પ્રતિકૂળતા વચ્ચે
પણ જીવો સમ્યગ્દર્શન પામે છે.
૨પ૮. તો મિથ્યાદ્રષ્ટિને શું નડે છે?
દેહબુદ્ધિનો તેનો ઊંધો ભાવ જ તેને
અંતર્મુખ થવા દેતો નથી.
૨પ૯. પ્રતિકૂળતા વચ્ચે સમ્યગ્દર્શન થાય?
હા; અંદરમાં હું જ્ઞાનસ્વરૂપ છું એમ
લક્ષ કરે તો પ્રતિકૂળતા વખતેય
સમ્યગ્દર્શનાદિ થઈ શકે છે.
૨૬૦. બહારની અનુકૂળતા સમ્યગ્દર્શન
પામવામાં મદદ કરે?
ના; બહારની બધી અનુકૂળતા હોવા
છતાં
જો પોતે અંતર્લક્ષ ન કરે તો સમ્યગ્દર્શન
થતું નથી.
૨૬૧. આ સિદ્ધાંત સમજીને શું કરવું?
સંયોગ સામે જોવાનું છોડીને સ્વભાવ
સામે જોવું.
૨૬૨. અગૃહીત મિથ્યાત્વ એટલે શું?
આત્માના સાચા સ્વરૂપને ભૂલીને
વિપરીત માન્યું તે.
૨૬૩. ગૃહીતમિથ્યાત્વ એટલે શું?
કુદેવ–કુગુરુ–કુધર્મનું સેવન કરવું તે.
૨૬૪. જીવે કયું મિથ્યાત્વ પૂર્વે છોડયું છે?
ગૃહીતમિથ્યાત્વ છોડયું, પણ અગૃહીત ન
છોડયું.
૨૬પ. અગૃહીત મિથ્યાત્વ કેમ ન છૂટયું?
ચેતનસ્વરૂપ આત્માનો અનુભવ ન કર્યો
તેથી.
૨૬૬. જીવનું સંસારભ્રમણ કેમ ન મટયું?
મિથ્યાત્વ ન છોડયું ને સમ્યક્ત્વ ન કર્યું
નથી.
૨૬૭. સર્વજ્ઞ ભગવાને કેવો આત્મા જોયો
છે?
ભગવાને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્મા જોયો છે. (વિનમૂરતિ
ચિન્મૂરતિ, અર્થાત્ મૂર્તપણા વગરનો
ચૈતન્યમૂર્તિ આત્મા છે.)
૨૬૮. મનુષ્યલોકમાં અત્યારે કોઈ
સર્વજ્ઞભગવાન છે?
હા; સીમંધરાદિ લાખો સર્વજ્ઞભગવંતો
વિચરે છે.
૨૬૯. કયા તત્ત્વો જાણવા પ્રયોજનભૂત
છે?