Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 48

background image
: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
હવે તો
નિજઘરમાં
આવ.
હમ તો કબહૂં ન નિજઘર આયે....................હમ તો
પરપદ નિજપદ માન મગન હૈ પરિણતિ લિપટાયે,
શુદ્ધબુદ્ધ સુખકંદ મનોહર ચેતનભાવ ન ભાયે.......હમ તો૦
અરે, પત્થરનું મકાન કે શરીર તે તો જડની રચના છે, એ જડભુવનમાં આત્માનું
ખરૂં રહેઠાણ નથી. આત્માનું ખરૂ રહેઠાણ તો જ્ઞાન અને સુખનું ધામ છે, એવા
આત્મભુવનમાં હે જીવ! તું આવ.
અગાઉના શ્રીમંત લોકો ઘણા ગાય–ભેંસ રાખતા ને તેને ધન ગણાતું; ગાય
ભેંસને બદલે અત્યારે તો ઘરે ઘરે રેડિયા ને મોટર થઈ ગયા છે. પણ એ ગાય–ભેંસ કે
મોટર–રેડિયા કાંઈ જીવનું નથી. જીવ મફતનો એની પાછળ જીંદગી ગુમાવે છે; ભાઈ! એ
કોઈ તને શરણ થવાના નથી. રાજપદ ને પ્રધાનપદ પણ અનંતવાર મળ્‌યાં, પણ એ કાંઈ
તારાં પદ નથી, તે તો અપદ છે, તારું પદ તો ચૈતન્યમય છે. ધન–શરીરાદિ તારાં હોય તો
તે તારી સાથે જ રહેવા જોઈએ ને પરભાવમાંય સાથે આવવા જોઈએ. મરણ ટાણે તો
એ બધા અહીં પડયા રહેશે, તેની ખાતર તેં ગમે તેટલા પાપ બાંધ્યાં પણ તારી સાથે
એક ડગલું પણ તે આવવાનાં નથી.
મરવાનું ટાણું થતાં જીવ શરીરને કહે છે કે–હે શરીર! હે મારા ભાઈબંધ! આખી
જીંદગી આપણે સાથે રહ્યા માટે હવે તું મારી સાથે ચાલ!