Atmadharma magazine - Ank 310
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 48

background image
: ૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯પ
શરીર કહે છે કે–હું નહીં આવું.
જીવ કહે છે કે–અરે, પણ મેં તારા ખાતર જીવન વીતાવ્યું ને ઘણાં પાપ કરી
કરીને તને પોષ્યું. માટે થોડેક સુધી તો મારી સાથે આવ!
શરીર કહે છે કે–એક ડગલુંય નહીં આવું. તું તારા રસ્તે ને હું મારા રસ્તે; તું
તારા ભાવોનું ફળ ભોગવવા અન્ય ગતિમાં એકલો જા; ને હું ભસ્મ થઈને માટીમાં મળી
જઈશ. –આપણી બંનેની ચાલ જુદી છે. તેં ભ્રમથી મારી સાથે એકતા માની તે તારી
ભૂલ હતી.
–જ્યાં જીવનભર એકક્ષેત્ર રહેનાર શરીરની પણ આ સ્થિતિ છે ત્યાં પ્રત્યક્ષ જુદા
એવા પુત્ર–પુત્રાદિની કે ધન–બંગલાની શી વાત! તે તો જીવતાં પણ જીવને છોડીને
ચાલ્યા જતાં નજરે દેખાય છે. છતાં મફતનો મોહ કરીને જીવ દુઃખી થાય છે. મારી પુત્રી,
મારો પુત્ર, મારી માતા, મારી બેન, મારો ભાઈ, –એમ મમતા કરે છે, પણ તારું તો
જ્ઞાન છે, તે જ્ઞાનને અનુભવમાં લે.
ચંદ્રબાબત:–
ચંદ્ર બાબત હમણાં કેટલીય ચર્ચા ચાલી રહી છે; તે સંબંધમાં
અનેક પત્રો અને લેખો આવેલા છે. આપણે આ બાબતમાં
આત્મધર્મમાં (અંક ૩૦૮
A માં) જૈનશાસ્ત્રોઅનુસાર કેટલુંક
સ્પષ્ટીકરણ કરેલું જ છે; વિશેષ સ્પષ્ટતા પણ યોગ્ય સમયે થશે. હાલ
તો એટલું જ કહીશું કે બંધુઓ! આપણા વીતરાગી જૈનસિંદ્ધાતમાં જે
કાંઈ કહ્યું છે તે સત્ય જ છે, અને તેનાથી વિરુદ્ધ હજી સુધી કોઈ
ઘટના બની નથી. ચંદ્રસંબંધી ચર્ચા વખતે ગુરુદેવ એક સરસ
‘આત્મસ્પર્શી’ ન્યાય વારંવાર કહેતા કે –ઈન્દ્રિયોથી અગોચર એવો
અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા–તેનું વર્ણન જેમાં યથાર્થ છે અને
સાધકને મતિશ્રુતજ્ઞાનદ્વારા જેનું સ્વસંવેદન–પ્રત્યક્ષ થઈ શકે છે; –
એવા અતીન્દ્રિય આત્માનું વર્ણન જેમાં યથાર્થ છે, તે જૈનશાસ્ત્રોમાં
ત્રણલોકનું (ચંદ્ર–સૂર્ય–મેરુ–વિદેહ વગેરેનું પણ) જે વર્ણન છે તે
યથાર્થ જ છે. અને જગતમાં જે કાંઈ બનાવો બનશે તે જૈનસિદ્ધાંતની
પુષ્ટિ કરનારા જ હશે; –એ બાબતમાં નિઃશંક રહીને હે બંધુઓ!
આત્મહિતના લક્ષે જૈનસિદ્ધાંતનું સેવન કરો. ચંદ્ર વગેરે સંબંધી વિશેષ
ખ્યાલ કદાચ ન આવે તો પણ જૈનસિદ્ધાન્તમાં કહેલા પ્રયોજનભૂત
તત્ત્વના અભ્યાસવડે આત્મહિત સાધી શકાય છે. માટે નિઃશંકપણે
જૈનસિદ્ધાંતનું ભક્તિથી સેવન કરો.
–સંપાદક