: શ્રાવણ : ૨૪૯પ આત્મધર્મ : ૫ :
સમ્યક્ત્વ માટેની સરસ મજાની વાત
• સમ્યગ્દર્શનનો પ્રયત્ન સમજાવે છે
•
શ્રી સમયસારની ૧૪૪ મી ગાથા એટલે સમ્યગ્દર્શનનો
મંત્ર....મુમુક્ષુને અત્યંત પ્રિય એવી આ ગાથા આત્માનો અનુભવ
કરવાની રીત બતાવે છે તેનાં પ્રવચનોનું દોહન અહીં
પ્રશ્નોત્તરશૈલીથી રજુ કર્યું છે, ફરીફરીને તેના ભાવોનું ઊંડું મનન
મુમુક્ષુજીવને ચૈતન્યગૂફામાં લઈ જશે.
• પ્રશ્ન:– સમ્યગ્દર્શન કરવા માટે મુમુક્ષુએ પહેલાં શું કરવું?
ઉત્તર:– હું જ્ઞાનસ્વભાવ છું–એવો નિશ્ચય કરવો.
• પ્રશ્ન:– તે નિર્ણય કોના અવલંબને થાય?
ઉત્તર:– શ્રુતજ્ઞાનના અવલંબનથી તે નિર્ણય થાય.
• આ નિર્ણય કરનારનું જોર ક્યાં છે?
આ નિર્ણય કરનાર જોકે હજી સવિકલ્પદશામાં છે પરંતુ તેનું વિકલ્પ ઉપર જોર
નથી, જ્ઞાનસ્વભાવ તરફ જ જોર છે.
• આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ક્યારે થાય?
આત્માના નિશ્ચયના બળે નિર્વિકલ્પ થઈને સાક્ષાત્ અનુભવ કરે ત્યારે.
• આવા અનુભવ માટે મતિજ્ઞાને શું કર્યું.
તે પરથી પાછું વળીને આત્મસન્મુખ થયું.
• શ્રુતજ્ઞાને શું કર્યું?
પહેલાં તે નયપક્ષના વિકલ્પોની આકુળતા થતી તેનાથી જુદું પડીને તે શ્રુતજ્ઞાન
પણ આત્મસન્મુખ થયું; એમ કરવાથી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ, પરમઆનંદ
સહિત સમ્યગ્દર્શન થયું, ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો; તેને ધર્મ થયો અને તે
મોક્ષના પંથે ચાલ્યો.