Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 40

background image
: ૮ A : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
દીક્ષા માટે તૈયાર થયેલો તે મુમુક્ષુ–ધર્માત્મા કુટુંબાદિને છોડીને પછી આચાર્ય
પાસે જઈને દીક્ષા માંગે છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિને સાધનારા મહા ગુણવાન આચાર્ય
પાસે જઈને, વંદન કરીને વિનયથી પ્રાર્થના કરે છે કે હે પ્રભો! આ સંસારનાં દુઃખોથી
છૂટવા અને શુદ્ધઆત્માની પ્રાપ્તિ કરવા હું આપના આશ્રયે આવ્યો છું. માટે હે સ્વામી!
શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો.










ત્યારે શ્રી આચાર્ય ભગવાન તેની પાત્રતા જોઈને તેના ઉપર અનુગ્રહ કરે છે કે;
‘લે, આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ!’ આ રીતે આચાર્યદેવ અનુગ્રહપૂર્વક
તે શિષ્યને મુનિદીક્ષા આપે છે. અહા, જાણે શુદ્ધાત્મા જ આપ્યો! પરમ અનુગ્રહ કરીને
તેને મુનિદશા આપી.
આ રીતે શ્રીગુરુ પાસે મુનિદીક્ષા લઈને પછી શું કરે છે? –
‘હું પરનો નથી, પર મારાં નથી; આ લોકમાં મારું
કાંઈ પણ નથી, પરની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, હું
તો શુદ્ધજ્ઞાનમાત્ર જ છું’ –આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય
વર્તતો થકો તે મોક્ષાર્થીજીવ યથાજાત સહજરૂપને ધારણ કરે
છે......એટલે કે ધ્યાન વડે આત્માનું જેવું સહજ શુદ્ધસ્વરૂપ છે
તેવું પ્રગટ કરે છે. આ રીતે અંતરના ધ્યાનમાં શુદ્ધોપયોગ
પ્રગટ કરીને, મોક્ષની સાક્ષાત્ સાધક એવી મુનિદશા પ્રગટ
કરે છે.
નમસ્કાર હો તે મુનિભગવંતના ચરણમાં.