* સોનગઢમાં પૂ. શ્રી કાનજી સ્વામી સુખશાંતિમાં બિરાજમાન છે; દસલક્ષણપર્વ
(આસ્રવ તથા સંવરઅધિકાર) અને બપોરે નિયમસાર (શુદ્ધભાવઅધિકાર) ઉપર
પ્રવચનો થયા હતા.
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે આફ્રિકાવાળા શેઠશ્રી ભગવાનજીભાઈએ અને તેમના
કુંટુંબીજનોએ શિલાન્યાસ કર્યું હતું. આ આગમમદિર કરવા માટેની જાહેરાત મુંબઈમાં
રત્નચિંતામણિ–જન્મજયંતિ પ્રસંગે થઈ હતી. શિલાન્યાસ પહેલાં પ્રવચનમાં ગુરુદેવે
જિનવાણીનો મહિમા સમજાવ્યો હતો અને આત્મામાં ભાવશ્રુતરૂપ જિનાગમની પ્રતિષ્ઠા
કરવાની પ્રેરણા આપી હતી, –જેનો સાર આ અંકમાં આપ્યો છે. સોનગઢનું આ
આગમમંદિર, સ્વાધ્યાયમંદિરના વિશાળ ચોગાનમાં ૮૦ ફૂટ લાંબુ ને ૪૦ ફૂટ પહોળું
થશે, અને તેની દીવાલો આરસમાં કોતરેલા સમયસારાદિ જિનાગમોવડે શોભી ઊઠશે.
જો કે ગુરુદેવના પ્રતાપે કુંદકુંદ પ્રભુના સમયસારાદિ પરમાગમોનો મહાન મહિમા અને
પ્રભાવના ભારતભરમાં થઈ જ રહ્યા છે, તે ઉપરાંત આ આગમમંદિર તે સૂત્રોના વિશેષ
મહિમાને પ્રસિદ્ધ કરશે. તેનું શિલાન્યાસ કરવાનું પોતાને સદ્ભાગ્ય મળ્યું તેના
ઉલ્લાસમાં શેઠશ્રી ભગવાનજીભાઈએ મોટી રકમનો ફાળો આ કાર્યમાં આપ્યો હતો. તે
ઉપરાંત જિનવાણીની પ્રતિષ્ઠાના આ મંગલકાર્યના પ્રારંભપ્રસંગે જાણે કુંદકુંદપ્રભુનો જ
ફરીને સાક્ષાત્કાર થતો હોય એવો પરમ ઉલ્લાસ પૂ. બેનશ્રીબેન બંને બહેનોએ પ્રસિદ્ધ
કર્યો હતો ને જિનવાણીની અદ્ભુત ભક્તિ કરાવીને, ફરીને એકવાર દિવ્યધ્વનિ
સંભળાવવા સીમંધર પ્રભુજીને વિનતિ કરી હતી. આમ આનંદોલ્લાસપૂર્વક શિલાન્યાસ
વિધિનો ઉત્સવ થયો હતો. આ પ્રસંગે આગમમંદિર માટે (અગાઉના ફંડ ઉપરાંત) રૂા.
સવાલાખ જેટલી રકમોની ઉત્સાહભરી જાહેરાત થઈ હતી.