: ૮ C : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
(સાવરકુંડલાથી ચાર માઈલ દૂર) ગામે ગયા હતા ને ત્યાં શેઠશ્રી પોપટલાલ
મોહનલાલ વોરાના હસ્તે જિનમંદિરનું, તથા શેઠશ્રી ચીમનલાલ હિંમતલાલના હસ્તે
સ્વાધ્યાય મંદિરનું શિલાન્યાસ થયું હતું. કાનાતળાવમાં જિનમંદિર બાંધવાનો ઉલ્લાસ
ત્યાંના મુમુક્ષુ પટેલ–કણબીભાઈઓને જાગ્યો છે અને સ્વાધ્યાય ઉપરાંત હવે
જિનેન્દ્રભગવાનના ભક્તિ–પૂજન માટે તેઓ આતુર છે. આ મંગલ કાર્ય માટે ત્યાંના
મુમુક્ષુઓને વધાઈ! કાનાતળાવમાં શિલાન્યાસ પ્રસંગે શેઠશ્રી પોપટભાઈ, ચીમનભાઈ
અને બીજા મુમુક્ષુઓ તરફથી ત્રીસેકહજાર રૂા. ની રકમોનું ફંડ જાહેર થયું હતું.
* આત્મધર્મનું ગૌરવ
ચાલુ સાલે બધા ગ્રાહકોએ દીવાળી પહેલાં લવાજમ મોકલી આપેલ, એટલે એક
પણ ગ્રાહકને વી. પી. કરવું પડયું નહોતું. તેથી વ્યવસ્થામાં ઘણી રાહત થઈ હતી તેમજ
ખર્ચમાં પણ સારો બચાવ થયો હતો, અને આત્મધર્મના વાંચકવર્ગનું ગૌરવ પણ વધ્યું
હતું. એ જ રીતે આ વર્ષે પણ બધા જ ગ્રાહકો આગામી સાલનું લવાજમ રૂા. ૪ ચાર
દીવાળી પહેલાં જેમ બને તેમ વેલાસર મોકલીને આત્મધર્મનું ગૌરવ વધારશે અને
વ્યવસ્થામાં સહકાર આપશે–એવો વિશ્વાસ છે. ગઈ સાલ કરતાં આ સાલ
ગ્રાહકસંખ્યામાં ખૂબ વધારો થયો છે, અને હજી પણ તેમાં વધારો થઈને ત્રણ હજાર
ઉપરાંત સંખ્યા થઈ જાય–એવી આશા રાખીએ છીએ. –જય જિનેન્દ્ર
(બાલવિભાગના એક સભ્યનો સ્વર્ગવાસ)
જલગાંવના ભાઈશ્રી વૃજલાલ મગનલાલના સુપુત્રી કુમારી ઉષાબેન વૃજલાલ
શ્રાવણ વદ બીજના રોજ મગજના તાવની બિમારીમાં ૧૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામી
ગયા. તેઓ બાલવિભાગના એક ઉત્સાહી સભ્ય (નં. ૯પ૨) હતા; તેમના મોટા બહેન
બ્ર. હર્ષાબેન સોનગઢ– આશ્રમમાં રહે છે તેથી અવારનવાર સોનગઢ આવીને તેઓ પણ
ઉલ્લાસથી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ગત વર્ષે શ્રાવણ માસમાં પણ તેમણે
ઉત્સાહથી ભાગ લીધો હતો; તેઓ ભદ્ર અને સરળ હતા. સોનગઢ રહેવાનું તેમને ખૂબ
ગમતું. તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ‘હું છું આત્મા.....પરમાત્મા.....’ વગેરેનું રટણ
અને સમ્યક્ત્વની તથા દેવ–ગુરુના સત્સંગની ભાવનાઓ ભાવી હતી. અને તે
ભાવનાઓના સંસ્કાર સાથે લઈને તેમનો આત્મા સ્વર્ગવાસ પામી ગયો. વીતરાગી
દેવ–ગુરુના આશ્રયે તેઓ આત્મહિત પામો. (બાલવિભાગના સભ્યોને સૂચના કે
આપણી એક બહેનના