Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 40

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૯ :
શ્રાવણ વદ ૧૦ ના રોજ સોનગઢમાં ભાઈશ્રી
ધીરજલાલ નાથાલાલ (મરઘાબેન) ના મકાનના
વાસ્તુ પ્રસંગે (સમયસાર ગા. ૧૬૪–૧૬પ)

આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ક્રોધાદિ આસ્રવો ખરેખર તેનું સ્વરૂપ નથી. એ વાત
કર્તા–કર્મ અધિકારમાં સમજાવી; એ રીતે ચૈતન્યસ્વરૂપ આત્મા અને રાગાદિ આસ્રવોનું
ભેદજ્ઞાન કરાવ્યું.
હવે જીવને મિથ્યાત્વાદિ આસ્રવો થાય છે તે પોતાના પરિણામથી થાય છે,
ભાવઆસ્રવ તે જીવનાં પરિણામ છે, તેમાં જીવના પરિણામનો અપરાધ છે, તે આસ્રવ
ભાવો જડ નથી તેમજ ચેતનનું પણ પરમાર્થસ્વરૂપ તે નથી, એટલે તેને ‘ચિદાભાસ’
કહેવાય છે.
આવા રાગ–દ્વેષ–મોહરૂપ જે ચિદાભાસ પરિણામ છે તેનો કર્તા અજ્ઞાની જ થાય
છે, જ્ઞાની નહીં. જ્ઞાની તો પોતાને ચૈતન્યસ્વરૂપ જ અનુભવે છે. અતીન્દ્રિય આંનદથી
ભરેલા પોતાના ચૈતન્યતત્ત્વને ભૂલીને અજ્ઞાની પોતાને રાગાદિરૂપ અનુભવે છે; તે પોતે
પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. ભૂલ તે જડ નથી પણ જીવના ચિદાભાસ–પરિણામ છે.
ખરેખર તે ચૈતન્ય નથી, પણ ચૈતન્ય જેવા દેખાય છે. જોકે છે તો ચૈતન્યભાવથી જુદા,
પણ અજ્ઞાનીને તેનું જુદાપણું ભાસતું નથી એટલે તે ચિદાભાસ એવા મિથ્યાત્વાદિ
ભાવોનો કર્તા થાય છે.
ધર્મી જીવને પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં રાગાદિની જરાપણ ભેળસેળ નથી. આવા
વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ જાય છે. ધર્મી જીવને શ્રદ્ધા–
જ્ઞાનઅનુભવમાં પોતાનો ચૈતન્યસ્વભાવ આવ્યો છે; તે સ્વભાવમાં, અને તે શ્રદ્ધા–
જ્ઞાનમાં રાગાદિ પરભાવો જરાપણ નથી એટલે આસ્રવોનું કર્તૃત્વ તેમાં નથી. આ રીતે
ધર્મી જીવને આસ્રવનો અભાવ છે.