Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 40

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
જીવના મિથ્યાત્વાદિ ભાવો તે સંજ્ઞ–આસ્રવ એટલે કે ભાવાસ્રવ છે; તથા જુનાં
કર્મોનું ઉદયમાં આવવું તે અસંજ્ઞ–આસ્રવ અર્થાત્ દ્રવ્યાસ્ત્રવ છે, અને તે નવા કર્મના
આસ્રવનું કારણ છે. પણ તે જુનું કર્મ નવા કર્મના આસ્રવનું નિમિત્ત ક્યારે થાય? કે
જીવ જો રાગ–દ્વેષ–મોહરૂપ અજ્ઞાનભાવે પરિણમે તો જ જુના કર્મનો ઉદય તેને નવા
કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે; જીવના રાગ–દ્વેષ–મોહ વગર દ્રવ્યાસ્રવો તે નવા
આસ્રવનું કારણ થતા નથી.
જીવનો જે ચિદાનંદસ્વભાવ છે, તે સ્વભાવમાં રાગ–દ્વેષ–મોહ નથી; તેઓ
ખરેખર ચૈતન્ય નથી પણ ચૈતન્ય જેવો દેખાય છે, એટલે ‘ચિદાભાસ’ છે. ચોથા
ગુણસ્થાને ધર્માત્મા તે ચિદાભાસ પરિણામોને પોતાના સ્વભાવપણે અનુભવતા
નથી, તેને જ્ઞાનથી ભિન્ન એટલે કે અજ્ઞાનમયપરિણામ જાણે છે. આનંદસ્વરૂપ
આત્માને ભૂલીને જ્યારે અજ્ઞાનપણે રાગાદિનો કર્તા થાય ત્યારે જ જીવને આસ્રવ
થાય છે.
પ્રશ્ન– જ્ઞાનીને આસ્રવ કેમ નથી?
ઉત્તર:–
કેમકે જ્ઞાની પોતાને રાગ–દ્વેષ–મોહથી ભિન્ન એવા ચિદાનંદસ્વભાવપણે
જ અનુભવે છે; તે ચિદાનંદસ્વભાવમાં આસ્રવ કેમ હોય? રાગાદિમાં જેને એકત્વબુદ્ધિ છે
તેને જ આસ્રવ છે, ને તે તો અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહીં.
જુઓ, આ ધર્મની સરસ વાત છે. ધર્મીની જ્ઞાનદશા કેવી હોય? ને અજ્ઞાનીના
પરિણામ કેવા હોય? તેનું પૃથક્કરણ કરીને અપૂર્વ વાત સમજાવી છે. રાગથી ભિન્ન
જેટલું ચૈતન્યપરિણામ થયું તેમાં વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે. ચોથા ગુણસ્થાને પણ
અનંતાનુબંધી કષાયોનો અભાવ થઈને જેટલું વીતરાગભાવરૂપ પરિણમન થયું છે
તેટલા અંશે ચારિત્ર છે; ને તે વીતરાગભાવમાં આસ્રવ નથી. આત્મા સાથે તે પરિણામ–
અભેદ થઈ ગયા, અભેદજ્ઞાન થયું, વીતરાગવિજ્ઞાન થયું. આવા જ્ઞાનપરિણામને ધર્મ કહે
છે. તે જીવ સ્વઘરમાં આવીને વસ્યો; આનંદમય એવા નિજધામમાં આવીને તે રહ્યો; તે
ચેતન્યમય સ્વઘરમાં આસ્રવનો પ્રવેશ નથી.
અહો, ચૈતન્યચક્રવર્તી ભગવાન આત્મા, તેનો અનાદર કરીને રાગનો આદર
કરતાં મિથ્યાત્વનું મોટું પાપ થાય છે, તે માટો આસ્રવ છે. ધર્મીને વિકલ્પથી ભેદ, ને
ચૈતન્યસ્વભાવ સાથે અભેદપણું વર્તે છે એટલે તેના પરિણામ ચૈતન્ય સાથે અભેદ
થયેલા છે, તેમાં રાગાદિ આસ્રવનો અભાવ છે, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેમાં
સમાય છે.