: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
જેમ દુધીયું વગેરે પીણામાં અનેક પ્રકારનાં રસ મળેલા છે, તેમ ચૈતન્યના અનુભવમાં
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે વીતરાગી રસ એકમેક અભેદ અનુભવાય છે, આવા
વીતરાગભાવરૂપ પરિણામ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને જે
સમ્યક્ત્વાદિ પરિણામ છે તે પણ વીતરાગ છે. ને તે પરિણામ આસ્રવનું કારણ થતું નથી.
આસ્રવનું કારણ તો અજ્ઞાનમય પરિણામ છે. ને તે અજ્ઞાનપરિણામ તો અજ્ઞાની જ કરે
છે. જ્ઞાની તો પોતાને કર્મથી અને રાગાદિથી પણ ભિન્ન ચિદાનંદસ્વરૂપે અનુભવે છે.
એવો અનુભવ થતાં સંસારનું મૂળ ઊખડી ગયું. આસ્રવનું મૂળ કારણ છેદાઈ ગયું. હવે
રાગાદિભાવો તે જ્ઞાનનું કાર્ય નથી પણ જ્ઞાનના જ્ઞેયપણે જ છે; માટે જ્ઞાનમય
પરિણામમાં ધર્મીને આસ્રવ નથી.
આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન જ્યાં થયું ત્યાં જ્ઞાન રાગાદિથી નિવૃત્ત થયું,
વીતરાગ થયું. જુઓ, આ વીતરાગનો માર્ગ! સંતોના વીતરાગી હૃદયની આ વાત છે.
આ મહાન મંગળ છે. ધર્મીનાં પરિણામ જ્ઞાનમય જ છે, ને જ્ઞાનમય પરિણામમાં બંધન
છે જ નહીં, માટે તે મુક્ત જ છે. ધર્મી તો રાગથી જુદો પડીને જ્ઞાનભાવમય એવા
નિજઘરમાં વસ્યા છે. વસ્તુમાં વસવું તેનું નામ વાસ્તુ; ચૈતન્ય વસ્તુ તો રાગથી પાર
આનંદમય છે, તે વસ્તુને શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં લેવી તે જ સ્વઘરનું સાચું વાસ્તુ
છે. સ્વઘરમાં વસતાં કેવળજ્ઞાન થશે ને સાદિ અનંતકાળ આનંદમય નિજઘરમાં તે રહેશે.
સમ્યગ્દર્શન તે મોક્ષમહેલને માટે સીસાના પાયા જેવું છે. મિથ્યાત્વના પાયા ઉપર
મોક્ષનો મહેલ ચણાય નહીં. મોક્ષ મહેલ માટે ચિદાનંદસ્વભાવની નિર્વિકલ્પ અનુભૂતિ
કરીને સમ્યક્ પ્રતીતરૂપ પાકો પાયો નાંખવો જોઈએ. એવો અનુભવ કરતાં આસ્રવનો
આંખમાં અંજન
એક સખી બીજી સખીને આંખમાં અંજન આંજવા ગઈ. ત્યારે
બીજી સખી કહે છે કે રહેવા દે; મારા નયનમાં કૃષ્ણપ્રેમ એવો ઠાંસીઠાંસીને
ભર્યો છે કે તેમાં હવે અંજનની જગ્યા નથી.
તેમ ધર્મીની દ્રષ્ટિમાં ચેતન્યપ્રેમ એવો ભર્યો છે કે તેમાં હવે
રાગની કાલિમાનો અંશ પણ સમાય તેમ નથી. એની દ્રષ્ટિમાં આતમ–
રામ વસ્યા છે, તેમાં હવે અન્યનો અવકાશ નથી.