સર્વજ્ઞસ્વભાવી આત્મા એટલે મુક્તસ્વરૂપ આત્મા.
તેનાથી વિરુદ્ધ શુભ–અશુભભાવો તે બંધભાવો.
પાપરૂપ કર્મમેલથી તે અવરાયો છે તેથી તે સર્વને જાણનારા એવા પોતાના આત્માને
અનુભવતો નથી. શુભ–અશુભ કર્મને જ્ઞાનથી ભિન્ન ન જાણતાં જ્ઞાન સાથે એકમેક
અનુભવે છે. એટલે ભિન્ન જ્ઞાનને (એકલા જ્ઞાનને, સર્વજ્ઞસ્વભાવને) તે જાણતો નથી.
આથી એમ સમજાવ્યું કે જે શુભાશુભભાવો છે તે જ્ઞાનથી વિરુદ્ધ છે; જ્ઞાન તો અબંધ
સ્વરૂપ છે, ને પુણ્ય–પાપ બંને બંધસ્વરૂપ છે, મુક્તસ્વરૂપ જ્ઞાન, અને બંધસ્વરૂપ
શુભાશુભભાવો, –તેમને એકતા કેમ હોય? જે શુભ–અશુભ બંધભાવના કર્તાપણામાં
રોકાય છે તે પોતાના મુક્તસ્વરૂપને ભૂલી જાય છે.
મુક્તસ્વરૂપને અનુભવતો નથી–જાણતો નથી.
મલિનતા તેમાં નથી. અહો, આવા શુદ્ધસ્વરૂપને સાધીને સંતો નિજસ્વરૂપમાં સમાય છે.–