સંબંધ નથી, બંનેને ભિન્નપણું છે. આવા ભિન્નપણાનું ભાન થયું તે ધર્મી જીવ
જ્ઞાનભાવમાં તન્મય પરિણમતો થકો, રાગાદિભાવોને જરાપણ આત્માપણે કરતો નથી
પણ આત્માથી ભિન્નપણે જ તેને જાણે છે એટલે તે રાગાદિને હેય જાણે છે. આવી જે
રાગથી ભિન્ન જ્ઞાનચેતના પ્રગટી તે જિનાગમનો સાર છે.
શુદ્ધાત્માનો અનુભવ છે. આવા અનુભવ વગરના શુભ–અશુભ ભાવો તો જીવો
અનાદિથી કરી જ રહ્યા છે; નિગોદમાં અનંતકાળથી અનંતજીવો છે તેમને પણ અશુભ ને
શુભ બંને પરિણામ થયા કરે છે; શુભ પરિણામ થાય એ કાંઈ નવું નથી. એ તો કર્મધારા
છે; જ્ઞાનધારા તેનાથી જુદી છે. એવી જ્ઞાનધારામાં વર્તતા જ્ઞાની શુભાશુભ કર્મધારાને
કરતા નથી, તે તો જ્ઞાનધારારૂપ જ્ઞાનચેતનાને જ કરે છે. આવી જ્ઞાનચેતના પ્રગટ કરવી
તે પરમ આગમની સાચી પ્રતિષ્ઠા છે. તેના નિમિત્ત તરીકે આપણે અહીં પરમ આગમની
પ્રતિષ્ઠા થવાની છે.