Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 40

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
સર્વજ્ઞદેવના શ્રીમુખથી સંતોએ ઝીલેલી ને શાસ્ત્રમાં ગૂંથેલી મૂળ વાણી અહીં
પરમાગમ મંદિરમાં કોતરાશે. કુંદકુદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યના મૂળ શબ્દો અહીં
કોતરાશે. અહો! એ સમયસારાદિ પરમાગમોમાં તો વીતરાગી અમૃત ભર્યાં છે. અહો, જે
પ્રાકૃત ભાષામાં મૂળ શાસ્ત્રો આચાર્ય ભગવાને રચ્યાં તે મૂળ ભાષામાં કોતરાશે ને
હજારો વર્ષ સુધી રહેશે. તે શબ્દોના વાચ્યભૂત શુદ્ધ આત્મા અંતરમાં કોતરવાનો છે, તે
કોતરવા માટે વીતરાગી વાણી નિમિત્ત છે.
વચનામૃત વીતરાગનાં પરમશાંતરસમૂળ;
ઔષધ એ ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
અહો, આ વીતરાગી વાણી ચૈતન્યના પરમ શાંતરસને દેખાડનારી છે. એ
વાણીને કોતરવાનું આજે મૂરત છે.
બાપુ! આ સંસારના ઊકળતા દાવાનળમાંથી નીકળીને પરમ શાંતરસના
સમુદ્રમાં આવવા માટે જિનાગમ નિમિત્ત છે. એકવાર એક કંદોઈની દુકાને ઊકળતા
તેલના તાવડામાં ઉપરથી મોટો સર્પ પડયો, અડધો અંદર ને અડધો બહાર, –તેમાં
દાઝીને એકદમ ઊછળ્‌યો, ને સળગતા ચૂલામાં જઈને પડયો! બિચારાને કેટલું દુઃખ થયું
હશે!! ભાઈ, અજ્ઞાન અને મિથ્યાત્વભાવથી જીવ અનંતકાળથી આવા દુઃખો ભોગવી જ
રહ્યો છે, તેનાથી છૂટવાનો ઉપાય આ વીતરાગી પરમાગમો બતાવે છે, તેનો સાર
અંતરમાં કોતરવા માટેની આ વાત છે. આ ઊકળતા તેલ જેવા રાગાદિ પરભાવો,
તેનાથી ભિન્ન જ્ઞાનાનંદનો સમુદ્ર, સુખનો સાગર, સુખનો ઢગલો એવો પોતાનો આત્મા
છે, તે આત્માના અનુભવમાં પ્રવેશ કરતાં પરમ શાંતિ થાય છે. સંસારના દાવાનળથી
તારે ઉગરવું હોય ને પરમ શાંતિનો અનુભવ કરવો હોય તો અંદર સુખ– રસથી ભરેલા
આત્મામાં પ્રવેશ કર.
આવા આત્માનું જેણે ભાન કર્યું તેને જ્ઞાનચેતના પ્રગટી, અને આસ્રવો છૂટા પડી ગયા.
જે અસ્થિરતાના આસ્રવો છે તેનું પણ કર્તૃત્વ જ્ઞાનચેતનામાં નથી, માટે જ્ઞાની ખરેખર
નિરાસ્રવ જ છે. તે પોતાને આસ્રવોથી રહિત એકાકાર જ્ઞાનચેતનામય અનુભવે છે.
આવો અનુભવ તે જિનાગમનો સાર છે. અનંતા જીવો આવો અનુભવ કરીને મોક્ષમાં
પધાર્યા છે. આવો અનુભવ કરી શકાય છે. ભાઈ, રાગનો તો અનુભવ અનાદિકાળથી તું
કરી જ રહ્યો છે, પણ રાગથી પાર ચૈતન્યના આનંદનો અનુભવ