Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 40

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
તેં કદી નથી કર્યો; –એવો અનુભવ કરવાનો આ અવસર છે, ને એવો અનુભવ કરવાનો
જ જિનાગમનો ઉપદેશ છે. આવો અનુભવ કરવો તે જ અપૂર્વ ચીજ છે.
ધર્મી જીવ જ્ઞાનચેતનારૂપ થઈને આનંદરૂપ કાર્યને તન્મયપણે કરે છે.
અજ્ઞાનદશામાં રાગ સાથે તન્મયપણું માનતો, હવે ભેદજ્ઞાન થતાં રાગથી જુદો થયો ને
આનંદ સાથે તન્મય થઈને પરિણમ્યો; એટલે રાગાદિ સાથે કર્તાકર્મપણાનો મિથ્યાભાવ
છૂટયો, ને જ્ઞાનચેતનારૂપ સમ્યક્ભાવ પ્રગટયો. પોતાની ચૈતન્યશક્તિને વારંવાર
સ્પર્શતો–અનુભવમાં લેતો ધર્મી જીવ આસ્રવોને જીતી લ્યે છે. –આ અપૂર્વ મંગળ છે.
તેણે પરમાગમને પોતાના અંતરમાં કોતરી લીધા; ભાવશ્રુતજ્ઞાન તેના આત્મામાં
કોતરાઈ ગયું; અંદરથી સહજ શાંતદશા પ્રગટી. રાગની મંદતારૂપ કૃત્રિમ શાંતિ તો
અનંતવાર કરી, પણ રાગથી પાર સહજ ચિદાનંદ સ્વભાવના અનુભવરૂપ શાંતિ કદી
પ્રગટ કરી ન હતી; કષાયની મંદતારૂપ શાંતિને ઘણા અજ્ઞાની જીવો આત્માનો અનુભવ
માની લ્યે છે;– મંદકષાયના વેદનમાં એકાકાર થઈને, જાણે કે નિર્વિકલ્પ અનુભવમાં હોય
એમ કલ્પના કરી લ્યે છે, તે તો ભ્રમણા છે. જ્ઞાની ધર્માત્મા ભેદજ્ઞાનના બળે સમસ્ત
રાગભાવોથી પાર એવા પોતાના ચિદાનંદસ્વરૂપના અનુભવ વડે સહજ આત્મિક
શાંતિનું વેદન કરે છે, આવા વેદનરૂપ ભાવશ્રુત તે પરમાગમની પ્રતિષ્ઠા છે; પરમાગમમાં
એનો જ ઉપદેશ છે.
પરમાગમનું હાર્દ શુદ્ધ આત્માનો અનુભવ છે. ધર્મી જીવ એવા અનુભવ વડે
આસ્રવને જીતીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે.
જિનાગમના ફળરૂપ પરમઆનંદમય કેવળજ્ઞાન જયવંત વર્તો.
આ દિવસે બપોરના પ્રવચનમાં પણ ગુરુદેવ વારંવાર
અતિશય પ્રમોદ વડે કેવળજ્ઞાનનો સાદ પાડતા હતા.....તેઓ કહેતા
હતા કે અત્યંત નજીક કેવળજ્ઞાન છે તેને અમે મતિશ્રુતજ્ઞાનના બળે
બોલાવીએ છીએ. અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું છે તે હવે પાછું
ફરે નહીં. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. આમ ધર્મી
જીવ સ્વસન્મુખ થઈને મતિશ્રુતજ્ઞાનના બળે કેવળજ્ઞાનને બોલાવે
છે; હે કેવળજ્ઞાન! તારી પ્રતીત કરી છે.....હવે તું શીઘ્ર આવ!