સ્વ–પર જ્ઞેયતત્ત્વોનું સ્વરૂપ
બતાવીને આચાર્યદેવ કહે છે કે
અમારો આત્મા આ સંસારના
દુઃખોથી મુક્ત થવાનો
અભિલાષી હતો; તેથી અમે
આવા જ્ઞાનતત્ત્વનો અને
જ્ઞેયતત્ત્વનો યથાર્થ નિર્ણય
કર્યો છે, ઉપશમના લક્ષે અમે
સાચો તત્ત્વનિર્ણય કર્યો છે,
પંચપરમેષ્ઠી ભગવંતોને
ભાવનમસ્કાર કરીને
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
ઉપરાંત શુદ્ધોપયોગ વડે
વીતરાગી સામ્યભાવરૂપ
મુનિદશા પ્રગટ કરી છે. અમે
અમારા અનુભવથી કહીએ
છીએ કે હે મુમુક્ષુ જીવો! હે
જેનો આત્મા દુઃખથી છૂટવા ચાહતો હોય તે અમારી જેમ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક
ચારિત્રદશાને અંગીકાર કરો. શુદ્ધોપયોગરૂપ ચારિત્રદશાને અંગીકાર કરવાનો જે
યથાનુભૂતમાર્ગ તેના પ્રણેતા અમે આ રહ્યા; અમે જાતે અનુભવેલો ચારિત્રનો માર્ગ
તમને બતાવીએ છીએ. તેને હે મોક્ષાર્થી જીવો! તમે અંગીકાર કરો.