Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 48

background image
: ૬ : આત્મધર્મ : આસો : ૨૪૯પ
પ્રશ્ન:– છઠ્ઠા–સાતમાગુણસ્થાનવર્તી દિગંબર મુનિ અત્યારે હશે ખરા?
ઉત્તર:– હા; આજે પણ છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલી રહેલા કરોડો દિગંબર મુનિવરો
આ મનુષ્યલોકમાં સાક્ષાત્ વિચરી રહ્યા છે, તે બધાય પરમેષ્ઠી ભગવંતો છે;
તેમને નમસ્કાર હો.
પ્રશ્ન:– પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તેમાંથી કયા વેદે મોક્ષ થાય?
ઉત્તર:– ત્રણમાંથી એક્કેય વેદે મોક્ષ ન થાય, વેદરહિત એવી અવેદદશાથી મોક્ષ થાય. વેદ
તે ઉદયભાવ છે તેનાથી મોક્ષ થઈ શકે નહિ, પણ તેના ક્ષયથી મોક્ષ થાય.
વિશેષમાં એટલું સમજવું કે તદ્ભવમોક્ષગામી જીવને અંદરના ભાવવેદમાં
નવમાગુણસ્થાન સુધી ત્રણમાંથી કોઈપણ વેદ સંભવે છે. પણ શરીરના
દ્રવ્યવેદમાં તો તેને પુરુષવેદ જ હોય છે. આ બંને પ્રકારના વેદનો અભાવ થઈને
મોક્ષદશા થાય છે.
દિવાળીનું પર્વ આપણે શા માટે ઉજવીએ છીએ?
આપણા અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા તેની મંગલ યાદી
માટે દીવાળી પર્વ ઉજવાય છે. દીવાળી એ મોજશોખનું પર્વ નથી પણ ‘મોક્ષની
ભાવનાનું’
મહાન પર્વ છે. ૨૪૯પ વર્ષ પહેલાં બિહારપ્રાંતના પાવાપુરીના
ઉદ્યાનમાં મહાવીર પ્રભુ આસો વદ અમાસના વહેલા પરોઢિયે મોક્ષ પધાર્યા; તે
વખતે દીપકોની આવલિ (હારમાળા) વડે ત્યાં મોક્ષનો ઉત્સવ ઉજવાયો. ‘દીપ–
આવલિ’ એટલે દીપાવલિ, તેનો અપભ્રંશ તે દીવાળી. દીવાળી પર્વ એટલે
મોક્ષનું પર્વ.
• શુભરાગ અને પુણ્યના ભાવ તે કષાય છે કે અકષાય?
તે કષાય છે.
તો જે કષાય હોય તેનાથી ધર્મ થાય કે ન થાય?
કષાયથી ધર્મ ન જ થાય; ધર્મ તો અકષાય વીતરાગભાવ છે.
પ્રશ્ન:– આત્માને માટે યુવાનીનો કાળ ક્યો કહેવાય?
ઉત્તર– આત્માની ઉગ્ર આરાધનારૂપ મુનિદશાનો જે કાળ છે તે આત્માના ધર્મને માટે
યુવાનીનો ઉત્તમ કાળ છે. ધર્મની શરૂઆતનો કાળ (એટલે કે ચોથું ગુણસ્થાન)
તે ધર્માત્માનો બાલ્યકાળ છે; અને કેવળજ્ઞાન પ્રગટે તે ધર્મની પ્રૌઢદશા છે. –આ
રીતે ધર્માની ત્રણ દશા છે.