Atmadharma magazine - Ank 312
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 48

background image
: આસો : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
• મુંબઈથી શ્રી મૂલચંદભાઈ તલાટીએ ‘દિ. જૈન રત્નત્રયદર્શનના તત્ત્વામૃત’ પ્રત્યે પ્રમોદ
વ્યક્ત કરીને કેટલાક વચનામૃત લખી મોકલ્યા છે, અને આ રીતે અવારનવાર
તેઓશ્રી પોતાનો ઉલ્લાસ તથા તત્ત્વપ્રેમ વ્યક્ત કરે છે. તેઓ લખે છે કે–
• ભૂતાર્થનયના ભાનથી ભવ્યો તરે ભવભ્રમણથી,
વ્યવહારનયના આશ્રયે છૂટે નહીં ભવચક્રથી.
• પર્યાયદ્રષ્ટિએ જીવની પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં, દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધનયથી
આત્મા રાગાદિથી અત્યંત ભિન્ન, અવિનાશી અને મુક્ત છે –એવું ભેદજ્ઞાન
સમ્યગ્દ્રષ્ટિને નિરંતર વર્તે છે. અને મુમુક્ષુને એ જ ઉપાદેય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વિના નિર્ગ્રંથદશા ઉપલબ્ધ નથી; બાહ્ય–અંતર
નિર્ગ્રંથદશા વગર મુક્તિ નથી. વીતરાગ જૈનદર્શનમાં રત્નત્રયધર્મ જ મોક્ષમાર્ગ છે.
પૂ. ગુરુદેવ અનેક વર્ષોથી અમૃતવાણીની વર્ષા વડે જૈનદર્શનના આવા અપૂર્વ
આધ્યાત્મિક તત્ત્વોનું જ્ઞાન કરાવી રહ્યા છે.
• અમેરિકાના સભ્ય શ્રી મધુબેન જૈન, પોતાના જન્મદિવસ પ્રસંગે ગુરુદેવ પ્રત્યે
ભક્તિ વ્યક્ત કરે છે અને બાલવિભાગના સભ્ય ભાઈ–બહેનો પ્રત્યે શુભેચ્છા
સહિત ૨૮ મી જન્મદિન નિમિત્તે રૂા. ૨૮ મોકલે છે. હજારો માઈલ દૂર, અને
અમેરિકા જેવા દેશમાં રહ્યા છતાં ભારતના ઉત્તમ ધર્મસંસ્કારોને આપણા સભ્યો
ભૂલતા નથી, એ પ્રશંસનીય છે.
• બાલવિભાગની યોજનાઓ અને તેમાં અપાતા ઈનામોના પુસ્તકો વગેરેથી ખુશી
થઈને એક મુમુક્ષુબેન તરફથી રૂા. ૨પ) તથા પાલેજના ઈલાબેન મનસુખલાલ
તરફથી રૂા. ૧પ) અને એક મુમુક્ષુ તરફથી રૂા ૧૦) આવેલ છે ગત માસની
ઈનામી યોજનામાં ભાગ લેનાર ૪૦૦ સભ્યોને “ભગવાન ઋષભદેવ” નું પુસ્તક
મોકલવા માટે આ રકમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
• જ્ઞાનચક્ષુ :–
પોતાના નિજપરમાત્મતત્ત્વને દેખતાં સાચા જ્ઞાનચક્ષુ ખુલે છે.
જ્ઞાની જ્ઞાનચક્ષુ વડે પોતાના અંતરમાં પરમાત્માને દેખે છે.
• મદ્રાસથી શાંતિભાઈ એમ. ભાયાણી લખે છે કે અમે તા. ૧૨–૧૦–૬૯ ના રોજ બે
બસ કરીને ૯૦ ભાઈબહેનો પોન્નૂરમલાઈ કુંદકુંદપ્રભુની તપોભૂમિનાં દર્શને ગયા
હતા, ને ઘણા જ ઉલ્લાસથી દર્શનભક્તિ કર્યા હતા. ગુરુદેવે યાત્રા વખતે
કુંદકુંદપ્રભુની જે ભક્તિ ગવડાવેલી તે જ ભક્તિ આત્મધર્મમાંથી સૌ મુમુક્ષુઓએ
કરી હતી, ને તે ભક્તિથી સાક્ષાત્ મુનિરાજના દર્શન જેવા ભાવો ઉલ્લસતા હતા;
ગુરુદેવના પ્રતાપે આવી તપોભૂમિની યાત્રા થઈ ને મુનિરાજની ઓળખાણ થઈ
તેથી સૌ પોતાને ધન્ય માનતા હતા ને ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. નીચેની
તળેટીમાં નવી મોટી ધર્મશાળા મદ્રાસી મુમુક્ષુભાઈઓ બંધાવી રહ્યા છે, તેનું કામ
ચાલુ છે. જૈનબાળપોથીના તાલીમ ભાષાંતર માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.