ફોન નં: ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
__________________________________________________________________
સૌને ગમે એવી વાત
આત્માર્થિતા
મુમુક્ષુ જીવમાં આત્માર્થિતા હોય છે,
આત્મા જ તેને વહાલો હોય છે; આત્માને
સાધવા સિવાય બીજું કોઈ પ્રયોજન તેને
નથી. આત્માનો મહિમા બતાવીને આવી
આત્માર્થિતાને પુષ્ટ કરવી તે આ
‘આત્મધર્મ’ નો પહેલો ઉદ્દેશ છે.
દેવ–ગુરુ–ધર્મની સેવા
જેણે પોતાનો આત્મા સાધી લીધો છે ને
એવો આત્મા સાધવાનું બીજા જીવોને
બતાવી રહ્યા છે, એવા વીતરાગી દેવ–
ગુરુ–ધર્મની સાચી ઓળખાણ, અને પરમ
બહુમાન પૂર્વક તેમની સેવા;–એ આપણા
આત્મધર્મનો બીજો ઉદ્દેશ છે.
અહીં આપેલા ચાર ઉત્તમ આદર્શો આપે વાંચ્યા...હા; આપને તે ગમ્યા? ...હા...
બહુ જ ગમ્યા. તો હવે સૌને ગમે એવા આ ઉત્તમ આદર્શોની પુષ્ટિ માટે ‘આત્મધર્મ’
ની પ્રભાવનામાં આપ સાથ આપો...માત્ર આપના ઘરમાં જ નહિ પણ આપના ઘરની
આસપાસ પણ આત્મધર્મ દ્વારા ઉત્તમ સંસ્કારોની સુવાસ પ્રસરાવો.
વાત્સલ્ય
અહા, મને પરમ પ્રિય એવો આ વીતરાગી
જૈનધર્મ, અને તેના વીતરાગી દેવ–ગુરુ–
શાસ્ત્ર, તેમની ઉપાસના કરનારા જીવો
ધન્ય છે, તેઓ મારા સાધર્મી છે.–એમ
સાધર્મી પ્રત્યેનું પરમ વહાલ, તે આપણા
આત્મધર્મનો ત્રીજો ઉદ્દેશ છે.
બાળકોમાં ધર્મ સંસ્કાર
અનેક ઉત્તમ ધર્મસ્થાનો, ને ધર્મશાસ્ત્રો
ભલે હો, પણ જો તે ધર્મસ્થાને જવાના
અને શાસ્ત્રો સમજવાના ઉત્તમ સંસ્કારો
આપણા બાળકોમાં નહીં સીંચાય, તો તે
ધર્મસ્થાનોનો કે શાસ્ત્રોનો ઉપયોગ કોણ
કરશે?–માટે બાળકોમાં ધર્મસંસ્કારનું
સીંચન એ આપણો ચોથો ઉદ્દેેશ છે.
__________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૭૦૦